• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

કોરોના વોરિયર્સ / દેહથી દિવ્યાંગ પણ મનથી મક્કમ, અમદાવાદ સિવિલમાં 60 દિવસથી કોરોનાના દર્દીની સેવા કરે છે ડો. મોહિની દાત્રાણિયા

in Gujarat
કોરોના વોરિયર્સ / દેહથી દિવ્યાંગ પણ મનથી મક્કમ, અમદાવાદ સિવિલમાં 60 દિવસથી કોરોનાના દર્દીની સેવા કરે છે ડો. મોહિની દાત્રાણિયા
  • PPE કીટ પહેરીને સતત 7-8 કલાક કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવી પડકારજનક
  • પોતાની પીડા ભૂલી જનકલ્યાણમાં લાગી જવું એ જ ખરી દેશ સેવાઃ ડો. મોહિની

અમદાવાદ. જન્મના એક વર્ષના સમયગાળા બાદ પોલીયોગ્રસ્ત થયેલા ડૉ. મોહિની દાત્રાણિયા શરીરના જમણા પગે પોલિયો પેરેલિસિસ હોવા છતાં છેલ્લા 60 દિવસથી સિવિલની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના ડી-9 વોર્ડમાં કોરોના વોર્ડ શરૂ કર્યુ ત્યારથી આજદિન સુધી ડૉ. મોહિનીએ કોરોનામાં અવિરત સેવાઓ આપી છે. ડૉ. મોહિની દાત્રાણિયાનું કહેવું છેકે, શારીરિક દિવ્યાંગતા જરૂર આવી પરંતુ માનસિક વિકલાંગ ક્યારેય બની નથી. જીવનના દરેક તબક્કે મન ને મક્કમ રાખી અસામાન્ય પરિસ્થિતિઓને પણ સામાન્ય બનાવી છે.

ICU વિભાગમાં ફરજ બજાવે છે ડૉ. મોહિની દાત્રાણિયા
ડૉ. મોહિની લાંબા સમયથી કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલના ICU વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. દર્દીનું કાઉન્સેલીંગ કરવાની કામગીરીની સાથે-સાથે દર્દીના સગાને કોરોનાગ્રસ્ત દર્દીની ફોન મારફતે જીવંત પરિસ્થિતિથી રૂબરૂ કરાવવાની કામગીરી પણ કરે છે. ડૉ.મોહિનીનું કહેવું છેકે, કોરોનાગ્રસ્ત દર્દીની સારવાર, અન્ય બીમાર દર્દીઓની સારવાર કરતા ઘણી અલગ છે. આ બિમારીમાં દર્દીનું પોતાના સગાથી અલગ રહેવું, એકલવાયું અનુભવવું તે સમગ્ર સારવારમાં નબળું પાસું છે. પરંતુ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા તબીબો સારવારની સાથે દર્દીનું માનસિક કાઉન્સેલીંગ યોગ્ય રીતે કરે, તેને પ્રેમ અને હૂંફ આપે ત્યારે ખરેખર કોરોનાગ્રસ્ત દર્દીની પીડા ઓછી થઈ શકે છે.

કોરોનાગ્રસ્ત દર્દીની સારવાર જંગ લડવાથી ઓછી નથીઃ ડૉ. મોહિની
ડૉ. મોહિની દાત્રાણિયાએ જણાવ્યું છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવી એ એક જંગના મેદાનમાં લડત લડી રહ્યા હોઈએ તેનાથી ઓછી નથી. મે મહીનામાં જ્યારે કાળઝાળ ગરમી પડતી હતી તેવામાં PPE કીટ પહેરીને સતત 7-8 કલાક કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી તે ખૂબ જ પડકારજનક હતું. જે સમગ્ર જીવનકાળમાં ન ભૂલાય તેવો અનુભવ રહ્યો. PPE કીટ પહેરીને શારીરિક થાક ખૂબ જ લાગતો પરંતુ મન મક્કમ હોવાના કારણે માનસિક થાક ક્યારેય અનુભવ્યો નથી.

થોડીક સાવચેતી રાખી કોરોનાના સંક્રમણથી બચી શકાય
કોરોના મહામારી દેશ પર અનાયાસે આવી પડેલી આફત છે. આવામાં પોતાની પીડા, પોતાની તકલીફ નેવે મૂકીને જનકલ્યાણ કાર્યોમાં લાગી જવું તે જ ખરી દેશ સેવા છે. આ વિચાર ધારાને જ મનમાં રાખીને હું મારી ફરજ નિભાવી રહી છું. કોરોના ડ્યુટી દરમિયાન યોગ્ય રીતે PPE કીટ પહેરવામાં આવે, PPEનું ડોનિંગ અને ડોફિંગ સુવ્યવસ્થિત કરવામાં આવે, અન્ય સાવચેતી રાખવામાં આવે, પોતાની રોગપ્રતિકારક શક્તિનુ઼ ધ્યાન રાખી પૂરતો આહાર, વિટામીન લેવામાં આવે તો ચોક્કસથી કોરોનાથી સંક્રમિત થતા બચી શકાય છે તેમ ડૉ. મોહિનીએ જણાવ્યુ હતુ.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

દેશી દારૂ ની પોટલી પીય ને પોલીસ ને આપી ખુલ્લી ચેલેન્જ. કહ્યું કે, હું દારૂ પિવ છું, અને વેચું પણ છું..રોજના 15-લીટર..જુઓ વિડીયો.
Gujarat

દેશી દારૂ ની પોટલી પીય ને પોલીસ ને આપી ખુલ્લી ચેલેન્જ. કહ્યું કે, હું દારૂ પિવ છું, અને વેચું પણ છું..રોજના 15-લીટર..જુઓ વિડીયો.

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?
Gujarat

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં
Gujarat

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.
Gujarat

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: