રાજ્યમાં કોરોના વાયરસનું ભયાનક સ્વરૂપ યથાવત છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની ઘાતક અસર વડોદરામાં પણ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં હવે કોરોના તેનુ વિકરાળ સ્વરૃપ ધારણ કરી રહ્યો છે. પોઝિટિવ કેસની સાથે મૃત્યુની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સ્મશાન અને કબ્રસ્તાનમાં સ્થિતિ એ છે કે મૃતદેહોને અંતિમ વિધિ માટે પણ લાઇન લાગી રહી છે.

કોરોનાની ઘાતક અસર વડોદરામાં પણ સર્જાઈ

કરજણના કરમડી ગામના વૃધ્ધનું શુક્રવારની મોડી રાત્રે મોત થયુ તેમના મૃતદેહને કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં લઇ જવાયો હતો પરંતુ ત્યાં મૃતદેહોની કતાર લાગી હતી એટલે પાંચ કલાક રાહ જોયા બાદ અંતિમ સંસ્કાર થઇ શક્યા હતા. કરમડી ગામમાં રહેતા મહેન્દ્રભાઇ ભાઇલાલભાઇ પટેલ (ઉ.૭૫) અગાઉ સુરત ખાતે સી.એ.ની ઓફિસમાં કામ કરતા હતા પણ છેલ્લા કેટલાક વર્ષોથી નિવૃત્ત હતા. તેમની તબિયત ખરાબ થતા ગત સપ્તાહમાં તેમને વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અહી તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શુક્રવારે મોડી રાત્રે તેમનું મૃત્યુ થયુ હતું.

મૃતદેહોની કતાર લાગી હતી એટલે પાંચ કલાક રાહ જોયા બાદ અંતિમ સંસ્કાર થઇ શક્યા

This image has an empty alt attribute; its file name is CORONA-15-1024x683.jpg

તેમના સંબંધીઓનું કહેવું છે કે શુક્રવારે સવારે હોસ્પિટલમાંથી અમને એવુ કહેવામાં આવ્યુ કે મહેન્દ્રભાઇની તબિયતમાં સારો સુધારો છે તેમનું ઓક્સિજન લેવલ ૫૮ થી વધીને ૯૫ થઇ ગયુ છે અને મોડી રાત્રે ફોન આવ્યો કે તેમનું ડેથ થયુ છે. અમે કરમડીથી રાત્રે ૩ વાગ્યે એસએસજી હોસ્પિટલ પહોંચ્યા તો મૃતદેહ પણ પેક કરીને રાખી દીધો હતો. તેનુ પેકિંગ પણ બરાબર કરાયુ ન હતુ. કેટલાક ઠેાકાણેથી પેકિંગ ખુલી ગયેલુ હતુ. અમે રાત્રે ચાર વાગ્યે કારેલીબાગ સ્મશાનમાં પહોંચ્યા તો ત્યાં ગેસ ચિતાઓમા કોરોનાના દર્દીઓની અંતિમ વિધિ ચાલુ હતી અને કોરોનાના બીજા મૃતદેહો પણ લાઇનમાં હતા. સવારે ૯ વાગ્યે મહેન્દ્રભાઇના અંતિમ સંસ્કાર માટે અમારો વારો આવ્યો હતો. ત્યારે સ્મશાનના કર્મચારીઓ પણ મૃતદેહ બરાબર પેક કરાયો નહી હોવાથી હોસ્પિટલ સ્ટાફ સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા.

સુપ્રિન્ટેન્ડન્ટને હટાવ્યા છતાં એસએસજીમાં લાલીયાવાડી યથાવત

ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓની સારવારમાં ગંભીર બેદરકારીના કારણે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાજીવ દેવેશ્વરની બદલી કરી દેવામાં આવી છે તેમ છતાં એસએસજી હોસ્પિટલની લાલીયાવાડીમાં કોઇ ફરક પડયો નથી.

સ્મશાન-કબ્રસ્તાનમાં મૃતદેહોની લાઇનો લાગે છે છતાં તંત્ર કહે છે કે વડોદરામાં મૃત્યુદરમાં ઘટાડો

વડોદરામાં ગત ૨૦ માર્ચે કોરોનાની એન્ટ્રી થઇ હતી ત્યારથી જુન-૨૦૨૦ના અંત સુધીમાં ૧૮૫ કોવિડ ડેથ નોંધાયા હતા પરંતુ જુલાઇ મહિનામાં કોવિડ ડેથની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે અને જુલાઇ મહિનામાં જ ૨૬૭ ડેથ સાથે વડોદરામાં ૩૧ જુલાઇ સુદીમાં કોવિડ ડેથની સંખ્યા ૪૫૨ ઉપર પહોંચી ગઇ છે.

મોતની સંખ્યામાં વધારો છતા તંત્રએ આજે જાહેરાત કરી હતી કે વડોદરાના સ્મશાન અને કબ્રસ્તાનોમાં નોંધાયેલી અંતિમ વિધિની સંખ્યા પ્રમાણે જુન મહિના કરતા જુલાઇ મહિનામાં મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. જુન-૨૦૨૦માં ૧૨૭૭ મોત નોંધાયા હતા તો જુલાઇમાં આ સંખ્યા ૧૧૫૯ હતી મતલબ કે કોરોનાનું સંક્રમણ ઘનિષ્ટ બન્યુ હોવા છતાં જુન કરતા જુલાઇમાં મોતની સંખ્યામાં ૧૧૮નો ઘટાડો થયો છે. તંત્રનો એવો પણ દાવો છે કે જુલાઇ-૨૦૧૯ કરતા પણ જુલાઇ-૨૦૨૦માં મોતની સંખ્યા ઘટી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube