રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ‍ છે. રાજ્યના‍ આરોગ્ય‍ વિભાગ દ્વારા સઘન પ્રયાસો છતાંય રાજ્યમાં સતત કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત પર કોરોનાનો સકંજો યથાવત કસાતો જોવામાં આવવાની સાથે પાછલા 24 કલાકમાં ગુજરાતમાં નવા 1280 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં નોધાયેલા કુલ સંક્રમીતોની સંખ્યા 96435 ઉપર પહોંચી છે.

જ્યારે રાજ્યમાં કુલ 14 લોકોનાં મોત નીપજ્યા છે અને  1025 લોકો કોરોનાને માત આપી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ થયા છે. જે સાથે ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 77782 ઉપર પહોંચી છે. હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 15631 છે.  અત્યાર સુધીમાં કુલ 3022 દર્દીના મોત નીપજ્યા છે

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube