મોદી સરકાર દ્વારા વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવેલી અટલ પેંશન યોજના (Atal Pension Yojana)ને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. મળતી જાણકારી મુજબ, વિતેલાં 9 મહિનામાં આ સરકારી સ્કીમથી 15 લાખથી વધારે લોકો જોડાયા છે. આ બધા લોકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જોડાયા છે.
પેંશન ફંડો રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (PFRDA)નાં આંકડાઓ મુજબ, વર્ષ 2020માં 52 લાખથી વધુ લોકો આ પેંશન યોજના સાથે જોડાયેલાં છે. તો અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધારે લોકો આ સ્કીમ સાથે જોડાઈ ચૂક્યા છે.

શું છે અટલ પેંશન યોજના?
વાસ્તવમાં, વર્ષ 2015માં મોદી સરકારે અટલ પેંશન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનામાં 18થી 40 વર્ષ સુધી કોઈ પણ ભારતીય શખ્સ જોડાઈ શકે છે. આ સ્કીમમાં હેઠળ સરકાર 1000થી 5000 રૂપિયા મહીના પેંશનની ગેરંટી આપે છે.
Corona Business
આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમારી પાસે બચત ખાતુ હોવું જરૂરી છે. તે બાદ તમે કર્મચારીની મદદથી એપીવાઈ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી દો. તેની સાથે જ તમને આધારકાર્ડ, મોબાઈલ સહિત અમુક જાણકારી બેંકને આપવાની રહેશે. સૌથી જરૂરી વાત અટલ પેંશન યોજનાનો લાભ એવાં જ લોકોને મળી શકે છે જે ઈનકમ ટેક્સ સ્લેબથી બહાર છે.

બહુજ ઓછા રૂપિયામાં શરૂ થાય છે રોકાણ
અટલ પેંશન યોજાનામાં તમને 60 વર્ષ બાદ 1000 રૂપિયાથી 5000 દર મહિને પેંશન મળે છે. તેમાં તમે 42 રૂપિયાથી લઈને 1,454 રૂપિયા દર મહિને જમા કરી શકો છો. આ યોજના હેઠળ પેંશન મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે.તે બાદ 60 વર્ષની ઉંમરથી તમને પેંશન મળવાનું શરૂ થઈ જશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.