ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(એમ્સ) ભાપાલમાં કોરોના દર્દીના પોસ્ટ મોર્ટમ કરીને એ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે વાયરસ કયા કયા અંગોને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે. શરીરની અંદર કેટલીવાર સુધી જીવતો રહે છે. એ પણ અધ્યયનથી સમજી શકાય છે. રવિવારે દર્દીઓના મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછા 10 લાશોનું અધ્યયન કરવામાં આવશે. જો વધારે લાશો મળશે તો તેનો અધ્યયનમાં સમાવાશે. ભોપાલ એમ્સના ડાયરેક્ટર ડૉ. સરમન સિંહે કહ્યું કે અત્યારે ફક્ત ઈટલી અને અમેરિકામાં આનું અધ્યયન કરવામાં આવી રહ્યુ છે. ભારતમાં અત્યાર સુધી આ અંગે કોઈ શોધ થઈ નથી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube