અમેરિકાની એક ફાર્મા કંપની એડવાન્સ્ડ પેનિટ્રેશન ટેક્નોલોજી એલએલસી એ એવો મલમ (Ointment) બનાવવાનો દાવો કર્યો છે, જેને લગાવવાથી 30 સેકંડમાં કોવિડ -19 વાયરસ મૃત્યુ પામશે. પીટીઆઈના સમાચાર અનુસાર, આ મલમને યુએસ ડ્રગ રેગ્યુલેટર અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે આને “નૉન પ્રિસ્ક્રિપશન ઓવર ધ કાઉન્ટર” (OTC ointment) તરીકે વેચી શકાય છે. કંપનીનો દાવો છે કે આ મલમ કોરોના વાયરસ સહિતના અન્ય વાયરલ સંક્રમણને રોકવા, તેના સારવાર અને તેને મારવામાં સક્ષમ છે. આ મલમમાં કોરોના વાયરસને પૂર્ણ કરવાની ક્ષમતા છે. આ મલમને નાક પર લગાવવાથી કોરોના વાયરસથી બચી શકાય છે.

fda: US FDA-approved ointment found to treat, kill viral ...

અમેરિકન ડ્રગ રેગ્યુલેટરએ આપી મંજૂરી: યુ.એસ. સિવાય લંડન સ્થિત લેબ વાઇરોલોજી રિસર્ચ સર્વિસીસ લિમિટેડ (VRSL) એ OTC ointment નું પરીક્ષણ કર્યું અને જણાવ્યું કે તે કોરોના વાયરસ અને ઈન્ફલ્યુએન્ઝા એ વાયરસને (Influenza A virus) નાબૂદ કરવામાં ખૂબ અસરકારક છે. આ મલમની બે મહિના સુધી તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને USFDA તરફથી મંજૂરી મળી છે.

Ask the Ecz-perts: Coronavirus (COVID-19) | National Eczema ...

કોરોના સંક્રમણથી બચાવશે આ મલમ: એડવાન્સ્ડ પેનિટ્રેશન ટેક્નોલોજી એલએલસીના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, મોટાભાગના કિસ્સાઓમાં કોરોના વાયરસ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ OTC ointment ને નાકમાં લગાવવાથી કોરોના વાયરસને શરીરમાં પ્રવેશતા રોકી શકાય છે.

US-approved Ointment Found to Treat, Kill Viral Infections ...

30 સેકંડમાં વાયરસનો નાશ કરે છે: કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, પ્રયોગશાળા દ્વારા પ્રાપ્ત રિપોર્ટમાં સાબિત થયું છે કે ટી3એક્સ સારવાર (T3X treatment) દરમિયાન OTC ointment વાયરસને 30 સેકન્ડમાં મારી નાખે છે. એડવાન્સ પેનિટ્રેશન ટેક્નોલોજી કંપનીના સ્થાપક ડો. બ્રાયન હ્યુબરે જણાવ્યું હતું કે પરીક્ષણમાં આ મલમ લગાવ્યા પછી સંક્રમણ ફેલાવનાર કોઈ વાયરસ મળ્યો નથી. અમે આશા રાખીએ છીએ કે આ એક મહત્વપૂર્ણ શોધ સાબિત થશે જે નાક દ્વારા કોરોના વાયરસની અંદર જવાની સંભાવના ઘટાડશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube