જન્માષ્ટમીના દિવસે બંધ રહેશે દ્વારકાધીશના દ્વાર, ઈતિહાસમાં પહેલીવાર ભક્તો નહીં કરી શકે જન્માષ્ટમીના દિવસે જ દ્વારકાધીશના દર્શન, કોરોના કારણે દ્વારકાધીશ મંદિર આ તારીખોમાં રહેશે બંધ

કોરોના કાળમાં અનેક તહેવારોની ઉજવણી કરવી પડી છે અથવા તો ઉજવણી સાદગીથી કરવાનો વારો આવ્યો છે. તેવામાં આગામી સપ્તાહમાં આવનાર જન્માષ્ટમી પર્વને પણ કોરોના નું ગ્રહણ લાગી ચૂક્યું છે.

image source

અનલોક 2 ની શરૂઆત સાથે જ સરકારે મંદિરોને ખુલ્લા રાખવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ અહીં મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થાય તો કોરોના સંક્રમણ વધી શકે છે તે ભયસ્થાનને ધ્યાનમાં રાખી દ્વારકા મંદિરને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

જન્માષ્ટમી પર્વ પર ઇતિહાસમાં પહેલીવાર દ્વારકાધીશના દર્શન ભક્તો કરી શકશે નહીં. જી હા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સત્તાવાર જાહેરાત જાહેરનામુ બહાર પાડી કરી દેવામાં આવી છે.

image source

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોનાવાયરસ ને લઈ બહાર પડેલા જાહેરનામાને ધ્યાનમાં રાખી દ્વારકાધીશ મંદિર અને સ્થાનિક તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે કૃષ્ણ જન્મોત્સવ દરમ્યાન મંદિર બંધ રાખવામાં આવશે. દર વર્ષે દ્વારકાધીશ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો જન્માષ્ટમી પર્વ દરમ્યાન આવતા હોય છે,

તેવામાં આ વર્ષે લાંબી રજાઓ આવતી હોવાથી લાખોની સંખ્યામાં ભક્તો એકત્ર થાય તેવી સંભાવનાને ધ્યાનમાં રાખી દ્વારકાધીશ મંદિર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી દ્વારકાધીશ મંદિર યાત્રિકોના દર્શન માટે બંધ રાખવામાં આવશે.

image source

જોકે મંદિરની અંદર કૃષ્ણ જન્મોત્સવના દરેક પર્વની ઉજવણી યથાવત થતી રહેશે પરંતુ દર્શન માટે ભક્તોનું પ્રવેશ બંધ રાખવામાં આવશે.

દ્વારકા જિલ્લા કલેકટરની જાહેર કરેલા ની હુકમ અનુસાર દેવભૂમિ દ્વારકામાં 10 તારીખ થી લાગુ થતા આ જાહેરનામાનો ભંગ કરવા બદલ જે તે વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube