કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. આ સમયે કોરોના મહામારીમાં લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્સ પેયર્સને થોડી રાહત આપવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડે હવે આયકર રિટર્ન ભરવાની ડેડલાઈન વધારી છે અને તેને 30 સપ્ટેમ્બર સુધીનો સમય કરી આપ્યો છે.

Image Source

કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડે નાણાંકીય વર્ષ 2018-19 માટે ટેક્સ ભરવાની તારીખને પહેલાં પણ આગળ વધારી હતી અને તેને માટે 31 જુલાઈ સુધીનો સમય કર્યો હતો.

Image Source

હવે ફરીથી ડેડલાઈનમાં વધારો કર્યો છે અને નવી તારીખ 30 સપ્ટેમ્બર જાહેર કરી છે. કોરોનાના સમયમાં આ બીજી વખત ડેડલાઈનમાં વધારો કરાયો છે.

Image Source

આયકર વિભાગે ટ્વિટ કરીને કહ્યું છે કે કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને બાધાઓ અને કરદાતાઓને માટે સરળતા માટે સીબીડીટીએ વર્ષ 2018-19ને માટે ટેક્સ ભરવાની તારીખ 31 જુલાઈથી વધારીને 30 સપ્ટેમ્બર કરી છે.

Image Source

ત્રીજી વખત સીબીડીટીએ આયકર રિટર્નની તારીખ વધારી

Image Source

ઉલ્લેખનીય છે કે આ ત્રીજી વખત છે જ્યારે સીબીડીટીએ આયકર રિટર્નની તારીખ વધારી છે. નાણાંકીય વર્ષ 2018-19 માટે 31 માર્ચ સુધી ITR ભરવાનું હતું. આ પહેલાં 30 જૂન સુધી તેને વધારાયું હતું પછી 31 જુલાઈ અને હવે ત્રીજી વખત તેને 30 સપ્ટેમ્બર સુધી લંબાવાયું છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube