જયપુર : રાજસ્થાનમાં (Rajasthan) રાજનીતિક સંકટની વચ્ચે હાઈકોર્ટના (High Court) નિર્ણય પછી રાજ્યમાં રાજનીતિક ઘટનાક્રમ ઝડપથી બદલવા લાગ્યો છે. અશોક ગહલોત (Ashok Gehlot) ધારાસભ્યોને લઈને શુક્રવારે બપોરે રાજભવન પહોંચ્યા અને વિધાનસભા સત્ર બોલાવવાની અપીલ કરી છે, પરંતુ રાજ્યપાલ કલરાજ મિશ્રે (Governor Kalraj Mishra) કોરોના મહામારીનું (Coronavirus) કારણ આપીને ના પાડી દીધી છે. આ પછી કોંગ્રેસના ધારાસભ્ય રાજભવન પર અડગ છે. કોંગ્રેસના ધારાસભ્ય રાજભવનના પાર્કમાં બેઠા છે અને વિધાનસભા સત્ર બોલાવવાની માંગણી કરી રહ્યા છે. તેમનુ કહેવું છે કે રાજ્યપાલ જ્યા સુધી તેમનો નિર્ણય નહી જણાવે ત્યા સુધી રાજભવનમાં જ રહીશું. જો તેમની માંગણી નહીં માનવામાં આવે તો ટેન્ટ લગાવીને આખી રાત રાજભવનમાં ધરણાં કરશે.

રાજસ્થાનમાં અશોક ગહલોત સરકારના સમર્થક ધારાસભ્યોએ શુક્રવારે રાજભવનમાં ઇંકલાબ જિંદાબાદના નારા લગાવ્યા છે. ગહલોત પક્ષના આ ધારાસભ્ય મુખ્યમંત્રી ગહલોતની આગેવાનીમાં રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળવા અને વિધાનસભાનું સત્ર બોલાવાનો આગ્રહ કરવા રાજભવન પહોંચ્યા છે. આ ધારાસભ્યોની સાથે કોંગ્રેસ સરકારના સમર્થક અપક્ષ અને અન્ય ધારાસભ્ય પણ રાજભવન પહોંચ્યા છે. મુખ્યમંત્રી ગહલોત જ્યારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી રહ્યા હતા ત્યારે બાકીના ધારાસભ્ય મંત્રી બાહર લૉનમાં રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યોએ નારેબાજી કરી હતી.

ધારાસભ્યોએ ‘ઇંકલાબ જિંદાબાદ’, ‘અશોક ગહલોત સંઘર્ષ કરો હમ તુમ્હારે સાથ હૈ’, અશોક ગહલોત જિંદાબાદના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગહલોતે મીડિયાને કહ્યું કે સરકારની વિનંતી છતા ઉપરથી દબાવના કારણે રાજ્યપાલ વિધાનસભાનું સત્ર બોલાવી રહ્યા નથી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube