નવી દિલ્હી : અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનરલ (Wall Street General)નાં અહેવાલ બાદ દેશમાં જે રીતે રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો છે અને તે એક અખબારમાં છપાયેલા લેખનાં કારણે જોવા મળ્યો છે. કારણ કે અમેરિકાનાં વોલ સ્ટ્રીટ જનરલ અખબારમાં મોટા હેડિંગ સાથે ફેસબુક પર શાસક પક્ષનાં ઉશ્કેરણીઓને નજરઅંદાજ કરવાનો આરોપ લાગ્યો હતો. હેડિંગ ‘ફેસબુક હેટ સ્પીચ કોલાઈડ વીથ ઇન્ડિયન પોલીટિક્સ’ હતું. જે બાદ ફેસબુકની દક્ષિણ એશિયા પબ્લિક પોલિસીની ડાયરેક્ટર અંખી દાસને પણ હત્યાની ધમકીઓ મળી રહી છે. આ મામલે કોંગ્રેસ પાર્ટી પોતાની પકડ મજબુત કરીને ફેસબુકને સંપૂર્ણ મામલે તપાસની માંગ કરી છે અને પાર્ટી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે (KC Venugopal) ફેસબુકનાં સીઈઓ માર્ક જુકરબર્ગ (Mark Zuckerberg)ને આ મામલે પત્ર લખ્યો છે.

કોંગ્રેસે માર્ક જુકરબર્ગને પત્ર લખી ફેસબુક મામલે સંપૂર્ણપણે તપાસની માંગ કરી

વોલ સ્ટ્રીટ જનરલમાં છપાયેલા લેખને ધ્યાનમાં લઈ કેસી વિણુગોપાલે પત્રમાં જણાવ્યુ કે ફેસબુક ઇન્ડિયાની ડાયરેક્ટર અંખી દાસ શાસક પક્ષ એટલે કે બીજેપીન ચૂંટણી સંબંધિત કાર્યોમાં મદદ કરે છે. એવામાં અમારી પાર્ટી ફેસબુક ઇન્ડિયા ઓપરેશનની તપાસની માંગણી કરે છે. તેમણે વધુમાં પત્રમાં જણાવ્યુ કે આ તપાસ હાઈલેવલની હોવી જોઈએ અને રિપોર્ટ લોકોની સામે આવવી જોઈએ ત્યાર સુધી ફેસબુક ઇન્ડિયાની નવી ટીમ બનાવવી જોઈએ એવી માંગણી સાથે તેમણે પત્ર લખ્યો હતો.

કોંગ્રેસે માર્ક જુકરબર્ગને પત્ર લખી ફેસબુક મામલે સંપૂર્ણપણે તપાસની માંગ કરી

અગાઉ તેલંગાનાનાં બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહે (BJP MLA T Raja Singh) પણ મુસલમાનો વિરુદ્ધ હિંસા ભડકાવવા જેવી પોસ્ટ કરી હતી એવામાં ફેસબુકનાં કર્મચારીઓએ જણાવ્યુ છે કે ટી રાજાનો આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો અને તેણે નિયમોનું ઉલ્લંઘન જણાવ્યુ હતુ પરંતુ ભારતનાં ટોપનાં અધિકારીઓનાં લીધે કોઈ પણ પ્રકારે એક્શન લેવામાં આવ્યો નથી.

કોંગ્રેસે માર્ક જુકરબર્ગને પત્ર લખી ફેસબુક મામલે સંપૂર્ણપણે તપાસની માંગ કરી

અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનરલમાં 14 ઓગસ્ટે જે લેખ છપાયો હતો. અમિરકાનાં વોલ સ્ટ્રીટ જનરલ અખબારમાં ફેસબુકને ધ્યાનમાં રાખીને એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં અખબારમાં જણાવવામાં આવ્યુ હતુ કે અમેરિકાનાં વોલ સ્ટ્રીટ જનરલમાં ગત રોજ છપાયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ભારતમાં શાસક પક્ષ ભાજપ (BJP) દ્વારા સોશિયલ મીડિયા (Social media) પર જે કાંઈ પણ ઉશ્કેરણીજનક શબ્દો કે ભાષણો હોય છે તેને ફેસબુક (Facebook) નજરઅંદાજ કરે છે તથા ઢીલ આપે છે. આ અખબારમાં ‘Facebook Hate-Speech Collide With Indian Politics’ નામનું હેડિંગ આપવામાં આવ્યુ હતું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube