આજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ દિવસ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે 2 ઓગસ્ટનાં દિવસે 64 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. CM રૂપાણી કોરોનાનાં કપરા સમયે પ્રજાહિતનાં કામો દ્વારા પ્રજાની પડખે ઊભા રહી સામાન્ય માનવીની રોજી-રોટીની ચિંતા કરનારા સંવેદનશીલ વ્યક્તિ તરીકે પ્રજા-માનસમાં લોકપ્રિય છે. આજે તેમના જન્મ દિવસે વડા પ્રધાન નરેદ્ર મોદીએ તેમને શુભકામનાઓ પાઠવી છે.
વડા પ્રધાન મોદીએ રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં જન્મ દિવસ પર ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી. ટ્વીટમાં તેમણે લખ્યુ, ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp ને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ. તેઓ ગુજરાતની પ્રગતિમાં અસરકારક યોગદાન આપી રહ્યા છે. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના.
આપને જણાવી દઇએ કે, રાજકોટનાં બાલાજી મંદિર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી માટે મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. CM નાં આરોગ્ય અને દીર્ધાયુ માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. અહી ભાજપનાં દિગ્ગજ નેતા ધનસુખ ભંડેરી હાજર રહેશે. ઉપરાંત રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ અને મેયર પણ હાજર રહેશે. અહી સોશિયલ ડિસ્ટેસિંગ સાથે મારુતિ યજ્ઞનું આયોજન કર્યુ છે.