• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

ચીનના ટેસ્ટથી ટેન્શનમાં અમેરિકા; દુનિયા માટે કેટલું મોટું જોખમ બની શકે છે હાઈપરસોનિક મિસાઈલ? જાણો ભારત પર તેની અસર

in World
ચીનના ટેસ્ટથી ટેન્શનમાં અમેરિકા; દુનિયા માટે કેટલું મોટું જોખમ બની શકે છે હાઈપરસોનિક મિસાઈલ? જાણો ભારત પર તેની અસર

ચીનના હાઈપરસોનિક મિસાઈલ ટેસ્ટે અમેરિકા સહિત દુનિયાની ચિંતાઓ વધારી દીધી છે. અમેરિકન જનરલ માર્ક મિલેએ તેને સ્પુટનિક જેવી મોમેન્ટ ગણાવી છે. મિલેએ તેને ખૂબ ચિંતાજનક ગણાવી. વાસ્તવમાં 1957માં સોવિયેત સંઘે દુનિયા પ્રથમ ઉપગ્રહ સ્પુટનિકને લોન્ચ કરીને સૌને ચોંકાવ્યા હતા. તેના પછી દુનિયાના શક્તિશાળી દેશો વચ્ચે અંતરિક્ષની રેસ શરૂ થઈ ગઈ હતી.

ચીનના ટેસ્ટ પછી એક્સપર્ટ્સ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે દુનિયામાં એકવાર ફરીથી હથિયારોની હોડ શરૂ થઈ શકે છે. આખરે આ હાઈપરસોનિક મિસાઈલ હોય છે શું? આ કામ કેવી રીતે કરે છે? ચીને આ ટેસ્ટ ક્યારે કર્યો? શું ચીન એવું કરનાર દુનિયાનો પ્રથમ દેશ છે? એક્સપર્ટ શા માટે આ ટેસ્ટ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે? આવો જાણીએ…

શું છે હાઈપરસોનિક મિસાઈલ?

હાઈપરસોનિક મિસાઈલ એવી મિસાઈલ્સને કહે છે જે મેક 5 એટલે કે અવાજની ગતિ (343 મીટર/સેકન્ડ)થી 5 ગણી વધુ કે તેનાથી પણ વધુ સ્પીડથી ટારગેટ તરફ આગળ વધે છે. તે એક કલાકમાં લગભગ 6200 કિલોમીટરની સફર કરી શકે છે. ન્યુક્લિયર વેપન લઈ જવામાં પણ સક્ષમ હાઈપરસોનિક મિસાઈલ ખૂબ ઓછી હાઈટ પર પણ સામાન્ય બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઈલથી વધુ ગતિથી ઉડ્ડયન કરી શકે છે. પોતાની સફર દરમિયાન તે દિશા પણ બદલી શકે છે એટલે કે સામાન્ય મિસાઈલની જેમ એ નિશ્ચિત માર્ગ પર જ ચાલતી નથી.

હાઈપરસોનિક મિસાઈલ કામ કેવી રીતે કરે છે?
હાઈપરસોનિક મિસાઈલની સ્પીડ ઈન્ટરકોન્ટિનેન્ટલ મિસાઈલથી ઓછી થાય છે. પરંતુ, આ મિસાઈલો વચ્ચે માર્ગમાં દિશા બદલવાની ક્ષમતાના કારણે આ દુશ્મનની ડિફેન્સ સિસ્ટમને થાપ આપવામાં સફળ રહે છે. ખૂબ ઓછી હાઈટ પર પણ ઉડવાની તાકાત તેમને દુશ્મનના રડારની પકડમાં પણ આવવા દેતી નથી.

આ અંતર્ગત એક વ્હીકલ મિસાઈલને અંતરિક્ષમાં લઈને જાય છે. તેના પછી મિસાઈલ એટલી ઝડપથી આગળ વધે છે કે એન્ટી મિસાઈલ સિસ્ટમ તેને ટ્રક કરી શકતી નથી. બેલેસ્ટિક મિસાઈલ પણ હાઈપરસોનિક ગતિથી ચાલે છે પરંતુ જ્યારે તેને એક જગ્યાએથી લોન્ચ કરવામાં આવે છે તો ખ્યાલ આવી જાય છે કે તે ક્યાં ત્રાટકશે. તેના કારણે એન્ટી મિસાઈલ સિસ્ટમ તેને આસાનીથી ટ્રેક કરી શકે છે.

કેમકે લોન્ચ કર્યા પછી તેની દિશા બદલી શકાતી નથી. પરંતુ હાઈપરસોનિક મિસાઈલની લોન્ચિંગ પછી પણ દિશા બદલી શકાય છે. આ મિસાઈલ આર્ક અને પ્રોજેક્ટાઈલ બનાવતી નથી. આ કારણથી જ એન્ટી મિસાઈલ સિસ્ટમની પકડમાં આવતી નથી. એટલે કે, કુલ મળીને એમ કહી શકાય છે કે જો કોઈ દેશ હાઈપરસોનિક મિસાઈલ લોન્ચ કરે છે તો તેને રોકવાનું લગભગ મુશ્કેલ હશે.

ચીને ક્યારે કર્યો હાઈપરસોનિક મિસાઈલનો ટેસ્ટ?
16 ઓક્ટોબરે ચીનના હાઈપરસોનિક મિસાઈલ ટેસ્ટના સમાચાર મીડિયામાં આવ્યા. જો કે, દાવો કરાયો કે આ ટેસ્ટ નિષ્ફળ રહ્યો. જ્યારે, બીજીતરફ ચીને આ પ્રકારના ટેસ્ટનો ઈનકાર કરી દીધો. તેના પછી પણ ચીનની આ કોશિશથી અમેરિકન ગુપ્તચર એજન્સીઓ વિસ્મિત છે. અમેરિકાએ અગાઉ આ પરીક્ષણને સમર્થન આપ્યું નહોતું પણ હવે સ્વીકાર્યુ છે.

બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ચાઈનીઝ સેનાની તરફથી છોડવામાં આવેલ લોન્ગ માર્ચ રોકેટ એક હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલ સાથે હતું. જે અંતરિક્ષની નીચલી કક્ષામાં પહોંચ્યા પછી ધરતીનું ચક્કર લગાવીને ઝડપથી પોતાના ટારગેટ તરફ વધ્યું. જો કે આ ટારગેટથી લગભગ 32 કિલોમીટર દૂર પડ્યું. આ ટેસ્ટને ચીને સંપૂર્ણપણે ગોપનીય રાખ્યો.

ટેસ્ટ ફેઈલ રહ્યો, તો પણ કેમ કહેવાય છે ચિંતાજનક?
ચીનનો આ ટેસ્ટ ભલે ફેઈલ થઈ ગયો હોય પરંતુ તેનાથી ચીનના હાઈપરસોનિક મિસાઈલ ટેકનિક વિકસિત કરવાની નજીક પહોંચ્યાને સમર્થન મળ્યું છે. આ ટેસ્ટે દર્શાવ્યું છે કે ચીન માત્ર હાઈપરસોનિક હથિયાર બનાવવામાં જ આગળ નથી પણ તે અમેરિકન ગુપ્તચર તંત્રને પણ થાપ આપી શકે છે.

શું દુનિયા માટે મોટું જોખમ છે હાઈપરસોનિક મિસાઈલ?
હાઈપરસોનિક મિસાઈલથી પરમાણુ બોમ્બની સાથે જ પરંપરાગત બોમ્બને પણ લોન્ચ કરી શકાય છે. પરંતુ તેનાથી શું લોન્ચ કરવાનું છે એ લોન્ચ કરનારા દેશ પર નિર્ભર કરે છે. આ જ ચિંતાનું કારણ છે. કેમકે, મિસાઈલનો ઉપયોગ જે પરિસ્થિતિઓમાં થશે એ સમયે દેશ ખરાબમાં ખરાબ વિકલ્પને જ ઉપયોગમાં લેશે.

શું માત્ર ચીન હાઈપરસોનિક મિસાઈલ પર કામ કરી રહ્યું છે?
હાઈપરસોનિક મિસાઈલ ડેવલપ કરવાની ક્ષમતા રાખનારો ચીન એકમાત્ર દેશ નથી. 2020માં અમેરિકાએ હાઈપરસોનિક મિસાઈલના પ્રોટોટાઈપનું સફળ પરીક્ષણ કરવાનું એલાન કર્યુ. પેન્ટાગોને માર્ચ 2020માં એલાન કર્યુ કે ટેસ્ટ ગ્લાઈડ વ્હીકલે હાઈપરસોનિક સ્પીડથી ઉડ્ડયન કર્યુ.

રશિયાની પાસે પણ હાઈપરસોનિક મિસાઈલ છે. ડિસેમ્બર 2019માં પ્રથમ હાઈપરસોનિક મિસાઈલ તેની સેનામાં સામેલ થઈ. તેની સાથે જ રશિયાએ દુનિયાનો પ્રથમ હાઈપરસોનિક હથિયારથી સજ્જ દેશ હોવાનો દાવો કર્યો. એ સમયે રશિયાના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ટેસ્ટ દરમિયાન મિસાઈલે મેક 27 એટલે કે લગભગ 33 હજાર કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી ઉડ્ડયન કર્યુ હતું.

ચીન ટેસ્ટ ભારત માટે કેટલી મોટી ચિંતા?
ચીનનો ટેસ્ટ સફળ થાય કે નહીં તેના રડારમાં સમગ્ર ભારત છે. કેમકે બંને દેશ પડોશી છે. આ કારણથી હાઈપરસોનિક હથિયાર વિના પણ બંને દેશો પરમાણુ શક્તિ સંપન્ન એક બીજાને આસાનીથી નિશાન બનાવી શકે છે. ચીન જ નહીં ભારત પણ હાઈપરસોનિક ટેકનોલોજીના ડેવલપમેન્ટ પર કામ કરી રહ્યું છે. ભારતનું ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) સફળતાપૂર્વક હાઈપરસોનિક ટેકનોલોજી ડિમોસ્ટ્રેટર વ્હીકલ (HSTDV)નો ટેસ્ટ કરી ચૂક્યું છે.

HSTDV એક અનામી એરક્રાફ્ટ હતું. જે હાઈપરસોનિક સ્પીડથી ઉડી શક્તું હતું. આ એરક્રાફ્ટ મેક 6 સ્પીડથી માત્ર 20 સેકન્ડમાં 32.5 કિમી એલ્ટીટ્યુડ સુધી જઈ શકે છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

કાળજું કંપી જશે, કેનેડા-યુએસ બોર્ડર માઇનસ 35 ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં થીજી જઈને ગુજરાતીના મોત, જાણો શું છે મામલો
World

કાળજું કંપી જશે, કેનેડા-યુએસ બોર્ડર માઇનસ 35 ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં થીજી જઈને ગુજરાતીના મોત, જાણો શું છે મામલો

मिलिए दुनिया के सबसे लचीले परिवारों से, जिनके पास दसियों हज़ार करोड़ से ज़्यादा की दौलत नहीं है।
World

मिलिए दुनिया के सबसे लचीले परिवारों से, जिनके पास दसियों हज़ार करोड़ से ज़्यादा की दौलत नहीं है।

ચીન પરમાણું હથિયારનો જથ્થો ઝડપથી વધારી રહ્યું છે, ડ્રેગને હિમાલયમાં ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નાંખ્યું
World

ચીન પરમાણું હથિયારનો જથ્થો ઝડપથી વધારી રહ્યું છે, ડ્રેગને હિમાલયમાં ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નાંખ્યું

શું કરવા જઈ રહ્યું છે ચીન ? લોકોને ઘરમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવા કહ્યું, શી જિનપિંગ 22 મહિનાથી છે છુપાયેલા
World

શું કરવા જઈ રહ્યું છે ચીન ? લોકોને ઘરમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવા કહ્યું, શી જિનપિંગ 22 મહિનાથી છે છુપાયેલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: