Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
World

Chin Vs America: દક્ષિણ ચીન સાગરને ભડકે બાળવા ચીન અમેરિકા ઉતાવળા, સામસામે ગોઠવ્યા પરમાણુ બોમ્બર વિમાનો

અમેરિકા અને ચીન દક્ષિણ ચીન સાગર મુદ્દે સામસામા આવી ચૂક્યા છે. બન્ને દેશો સાઉથ ચાઈના સી વિસ્તારમાં પોતાના હિથયારો વધારી રહ્યાં છે. અમેરિકાએ અહીં પોતાના બી-2 બોમ્બર વિમાનો ગોઠવ્યા છે, તો ચીને સામે એચ-6જે વિમાનો ખડક્યા છે.

અમેરિકાના 3 સ્ટેલ્થ પણ તૈનાત

બન્ને દેશના વિમાનો પરમાણુ બોમ્બર એટલે કે પરમાણુ બોમ્બ ફેંકવા સક્ષમ છે. અમેરિકાના સ્ટેલથ (રેડાર ન પકડી શકાય એવા) આધુનિક ગણાતા 3 ફાઈટર વિમાનો હિન્દ મહાસાગરમાં આવેલા ડિએગો ગ્રેસિઆ ટાપુ પર આજે આવી પહોંચ્યા હતા. 2016 પછી આ  પહેલો પ્રસંગ છે, જ્યારે અમેરિકાએ પરમાણુ સક્ષમ વિમાનો આ વિસ્તારમાં મોકલ્યા છે.

ચીને દક્ષિણ ચીની સમુદ્રમાં આવેલા વૂડી આઈલેન્ડ નામના ટાપુ પર બોમ્બર વિમાનો એચ-6જે ગોઠવ્યા છે. આ વિમાનોએ ટાપુ આસપાસના વિસ્તારોમાં ઉડાન પણ ભરી હતી. આ વિમાનો પણ પરમાણુ બોમ્બ પ્રહાર કરવા સક્ષમ છે. એ ઉપરાંત એ મિસાઈલ સજ્જ પણ છે.

ચીને જોકે કેટલા વિમાનો ગોઠવ્યા એ અંગે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી. પરંતુ બન્ને દેશો વચ્ચે સમુદ્રના પાણીમાં ભડકો થાય એવુ તંગ વાતાવરણ સર્જાયું છે. સાઉથ ચાઈના ઉપર અમેરિકાના જાસૂસી વિમાનો ઈ-8સી પણ ઉડાન ભરી રહ્યાં છે.

આ વિમાનો પેસેન્જર પ્લેન જેવા જ દેખાતા હોવાથી એ સર્વેલન્સ વિમાન હોવાની શરૂઆતમાં ખબર પડતી નથી. અમેરિકાએ ગોઠવેલા બી-2 સ્ટેલૃથ હોવાથી દુશ્મનોના રેડારમાં પકડાયા વગર કે દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને એલર્ટ કર્યા વગર તેની હવાઈ સીમામાં પ્રવેશ કરી શકે છે.

મલેશિયાએ ચીનનો સમુદ્રી દાવો ફગાવ્યો

મલેશિયાએ ચીનનો વિરોધ કરતાં દક્ષિણ ચીન સમુદ્ર પરનો ચીનનો દાવો ઠુકરાવ્યો હતો. મલેશિયા ભાગ્યે જ ચીનનો વિરોધ કરે છે. કેમ કે મલેશિયાનું સૌથી મોટું વેપારી પાર્ટનર ચીન છે. પણ મલેશિયાએ થોડા દિવસ પહેલા રાષ્ટ્રસંઘને આવેદનપત્ર સોંપ્યું છે. જેમાં સાઉથ ચાઈના સીમાં ચીન કઈ રીતે દાદાગીરી જમાવી રહ્યું છે એ સ્પષ્ટતા કરી છે. સાથે સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન જ્યાં દાવો કરે છે એ કેટલોક ભાગ પોતાનો હોવાનું પણ મલેશિયાએ જણાવ્યું હતું. આમ વધુ એક દેશે ખુલીને ચીનનો વિરોધ કર્યો છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

જાણો ઇંગ્લેન્ડના મહારાણીના શાહી મહેલ વિષેની આ રોચક વાતો તમે પણ, જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

Nikitmaniya

Breaking News: આવી ગઈ દુનિયાની પહેલી કોરોના વેક્સીન, રશિયાના રાષ્ટ્રપતિએ દીકરીને ડોઝ અપાવીને કરી આ જાહેરાત

Nikitmaniya

Crime News: ફેસબૂકમાં અફવા ફેલાતા શિકાગોમાં લૂંટ અને હિંસા, 100ની ધરપકડ

Nikitmaniya