કોરોનાની મહામારીના સમયે અનેક નામી કંપનીઓએ ચીનમાં પોતાના પ્લાન્ટ બંધ કરી દીધા છે. જેનો સીધો લાભ ભારતને થયો છે. એક રિપોર્ટ પ્રમાણે દુનિયાની સૌથી મોંઘી કંપની એપલના એક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરે ચીનથી 6 પ્રોડક્શન લાઈનને ભારતમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. આ કંપની ભારમાં પોતાની પ્રોડક્શન લાઈન સ્થાપિત કરશે, જે બાદ ડોમેસ્ટિક માર્કેટની ડિમાન્ડ પૂરી કરવાની સાથે 5 અરબ ડોલરના આઈફોનની નિકાસ પણ કરશે. આ કંપની ભારતમાં આવવાથી ઓછામાં ઓછા 55 હજાર લોકોને નોકરી મળવાની સંભાવના છે.

એક અખબારની રિપોર્ટ અનુસાર, આ કંપની ભારતમાં આઈફોન ટેબલેટ, લેપટોપ અને કોમ્પ્યુટર માટે પણ પ્રોડક્શન લાઈન સ્થાપિત કરી શકે છે. એપલના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર કંપનીના સામાનોથી ભરેલાં કન્ટેનર પહેલાં જ ભારત પહોંચી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 41,000 કરોડ રૂપિયાની ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન યોજના(PLI)ની શરૂઆત કરી હતી. PLI મુજબ કુલ 22 કંપનિઓએ આવેદન કર્યું છે. જેમાં તાઈવાન, દક્ષિણ કોરિયા, જર્મની અને ઓસ્ટ્રિયાની કંપનીઓ સામેલ છે. આ યોજના અંતર્ગત પ્રસ્તાવ કરનારી કંપનીમાં સેમસંગ, ફોક્સકોન હોન હેઈ, રાઈઝિંગ સ્ટાર, વિસ્ટ્રોન અને પેગાટ્રોન સામેલ છે. જણાવી દઈએ કે ફોક્સકોન હોન હેઈ, વિસ્ટ્રોન, પેગાટ્રોન દ્વારા એપલ આઈફોનનું ઉત્પાદન કરે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube