• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

India News:-ચીનને ટક્કર આપવા ભારત-જાપાને મીલાવ્યા હાથ, આ ક્ષેત્રમાં સાથે મળી કરશે કામ

in India
India News:-ચીનને ટક્કર આપવા ભારત-જાપાને મીલાવ્યા હાથ, આ ક્ષેત્રમાં સાથે મળી કરશે કામ

નવી દિલ્હીઃ ભારત અને જાપાને સાથે મળી ઈન્ડો-પેસિફિક રિજનમાં પોતાની ભાગીદારી વધારે મજબૂત બનાવવા કમર કસી લીધી છે. ભારત અને ચીને 5જી ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અન્ય કેટલીક મહત્વની બાબતો અંગે મહત્વના કરાર કરવાનું નક્કી કરી લીધું છે. બુધવારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી વચ્ચે ટોક્યોમાં એક બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ જાહેર કરવામાં આવ્યું હતું કે જાપાન ઈન્ડો-પેસિફિક ઓસિયન્સ ઈનિશિયેટિવ (આઈપીઓઆઈ)ના કનેક્ટિવિટી પિલર તરીકે મુખ્ય ભાગીદાર થવા માટે તૈયાર થઈ ગયું છે.

ચીનને ટક્કર આપવા માટે ભારત-જાપાને મીલાવ્યા હાથ

આઈપીઓઆઈ ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં સુરક્ષિત મેરિટાઈમ ડોમેન બનાવવા માટે પ્રયાસ કરતું માળખું છે. આ વિસ્તારમાં ચીન પોતાની મિલિટ્રી પ્રવૃત્તિઓ વધારી રહ્યું છે જેનાથી વૈશ્વિક ચિંતા વધી ગઈ છે. જયશંકરે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ભારત-જાપાનના વિદેશ મંત્રીઓની 13મા સ્ટ્રેટેજિક ડાયલોગમાં વિકાસ માટેની યોજનાઓને ધ્યાનમાં રાખતા ભારત-જાપાન વચ્ચે આ જોડાણ વધારે મજબૂત બનશે.

ડિજિટલ ટેક્નોલોજીની ભૂમિકાને સ્વીકારવામાં આવી

ડિજિટલ ટેક્નોલોજીની ભૂમિકામાં વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખતા બંને મંત્રીઓએ સુરક્ષિત ડિજિટલ અને સાયબર સિસ્ટમ પર ભાર મૂક્યો હતો. તેને ધ્યાનમાં રાખતા સાયબર સિક્યુરિટી એગ્રીમેન્ટને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે, તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. તેમાં તે પણ કહેવામાં આવ્યું છે કે, આ એગ્રીમેન્ટ કેપેસિટી બિલ્ડિંગ, સંશોધન અને વિકાસ, સુરક્ષા તથા ક્રિટિકલ ઈન્ફોર્મેશન સ્ટ્રક્ચર, 5જી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી), આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તથા અન્ય બાબતોને પ્રમોટ કરશે.

ચીનની કંપનીને પડશે મોટો ફટકો

5જી ટેક્નોલોજીમાં ભારત અને જાપાન વચ્ચેનો સહયોગ ચીન માટે મોટો ફટકો છે. 5જી ટેક્નોલોજીમાં ચીનની હુવાવે કંપનીને અન્ય દેશોમાંથી મોટો ફટકો પડ્યો છે. ઘણા દેશોએ હુવાવેને પોતાના દેશમાંથી જતા રહેવાનું કહ્યું છે. સુરક્ષાના કારણોને લઈને અમેરિકાએ હુવાવે પર પ્રતિબંધ મૂકી દીધો છે અને અમેરિકા ઇન્ય દેશોને પણ ચીનની ટેલિકોમ્યુનિકેશનની આ જાયન્ટ કંપનીથી દૂર રહેવાનું દબાણ કરી રહ્યું છે.

5જી ટેક્નોલોજી નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી છે

5-

5જી ટેક્નોલોજી એ નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી છે અને જેની ડાઉનલોડ સ્પીડ વર્તમાન 4જી એલટીઈ નેટવર્ક્સ કરતા 10થી 100 ગણી વધારે છે. આગામી સમયમાં આ ઘણા દેશોમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જેનાથી ઈન્ટરનેટની સ્પીડ અત્યંત વધી જશે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા
India

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…
India

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…
India

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’
India

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: