ગલવાન હિંસા: ચીનના જુઠ્ઠાણાની વધુ એક પોલ ખોલી, 80 ચીની સૈનિકોના મોત? તસવીરો વાયરલ

લદ્દાખના ગલવાન ઘાટીમાં ભારતીય સેનાના બિહાર રેજિમેંટ અને આઇટીબીપીના જવાનોની દિલેરીના પુરાવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીરો ચીનના શિનજિયાંગ પ્રાંતમાં દફનાવેલા 80થી વધુ સૈનિકોની કબરો દેખાય રહી છે. નિષ્ણાતોનો દાવો છે કે આ કબર એ જ ચીની સૈનિકોની છે જેનું ગલવાન ઘાટી સંઘર્ષમાં મોત થયું હતું. આની પહેલાં એક ચીની સૈનિકની કબરની તસવીર વાયરલ થઇ હતી. તેમાં લખ્યું હતું કે ‘ચીન-ભારત સરહદ રક્ષા સંઘર્ષ’માં આ સૈનિકના જીવ ગયા. આવો જાણીએ આખો મામલો…

ચીની ટ્વિટર’ પર વાયરલ થઇ રહી છે કબરની તસવીરો

ગલવાન ઘાટીમાં 15 જૂનના રોજ હિંસક સંઘર્ષમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા અને ચીનના પણ 40થી વધુ સૈનિકો હતાહત થયા હતા. ભારતે જ્યાં પોતાના મૃતક સૈનિકોની સંખ્યાની જાહેરાત કરી હતી પરંતુ ચીને આજ સુધી પોતાના મૃત્યુ પામેલા સૈનિકોની માહિતી આપી નથી. હવે પહેલી વખત ચીની સૈનિકોના કબરની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

‘ચીની ટ્વિટર’ કહેવાતી ત્યાંની માઇક્રો બ્લોગિંગ સાઇટ Weibeo પર વાયરલ થઇ રહેલી આ ચીની સૈનિકોની કબરની તસવીર તેના જુઠ્ઠાણાની પોલ ખોલી રહ્યું છે. એ સમયે ચીને દાવો કર્યો હતો કે આનાથી તણાવ વધુ ભડકી શકે છે. તસવીરમાં એક સ્મારક દેખાઇ રહ્યું છે જેના પર લખ્યું છે કે ‘આ સૈનિકો એ દેશની રક્ષા માટે પોતાના જીવ આપી દીધા.’

કબર પર ચીન-ભારત સરહદ રક્ષા સંઘર્ષનો ઉલ્લેખ

ચીની બાબતોના એક એક્સપર્ટે દાવો કર્યો કે ઇન્ટરનેટ પર એક તસવીર શેર થઇ રહી છે જેમાં ગલવામાં માર્યા ગયેલા ચીની સૈનિકોની કબર દેખાય રહી છે. ચીની બાબતોના એકસપર્ટ એમ ટેલર ફ્રેવલે દાવો કર્યો કે ચીનની માઇક્રોબ્લોગિંગ સાઇટ Weibo પર આ તસવીર શેર કરાઇ છે. તેમાં દેખાઇ રહ્યું છે કે એક કબર 19 વર્ષના ચીની સૈનિકની છે. તેમાં દેખાય છે કે સૈનિકના યુનિટનું નામ 69316 કહેવાય છે જે ગલવાનની ઉત્તરમાં આવેલા ચિપ-ચાપ ઘાટીમાં તિયોનવેન્દિયનની સરહદ રક્ષા કંપની લાગેલી છે.

શિંજિયાંગની સેટેલાઇટ તસવીરોમાં દેખાઇ 80થી વધુ કબર

ટેલરે બીજા સૂત્રના હવાલે લખ્યું છે કે આ 13મી સરહદ રક્ષા રેજિમેન્ટનો હિસ્સો છે. તેમણે એમ પણ દાવો ક્રયો છે કે 2015મા આ યુનિટનું નામ કેન્દ્રીય સૈન્ય આયોગે ‘યુનાઇટેડ કોમ્બેટ મોડલ કંપની’ રાખ્યું હતું. તેમણે લખ્યું છેકે આના પરથી ખબર પડે છે કે ગલવાન ઘાટીમાં ચીને કયા યુનિટ તૈનાત કર્યા હતા. આ બધાની વચ્ચે સેટેલાઇટ તસવીરોમાં ચીનના શિંજિયાંગ પ્રાંતના હોટન વિસ્તારમાં પાશિન કાઉન્ટીમાં સામૂહિક કબરો દેખાય છે. એવો દાવો કરાયો છે કે આ કબરો ગલવાનમાં માર્યા ગયેલા ચીની સૈનિકોની છે. આપને જણાવી દઇએ કે ગલવાન ઘાટીમાં મેમાં ઉભી થયેલી તણાવપૂર્ણ સ્થિતિ બાદ 15 જૂનાન રોજ હિંસક ઘર્ષણ થયું હતું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube