અમેરિકન સેનાના ટોચના જનરલને આપેલી એક ચેતવણી ભારત માટે પણ ટેન્શનનુ કારણ બની શકે છે.
અમેરિકી સેનાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ જનરલ હેયટેને અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિનના એ નિવેદન પર સંમતિ વ્યક્ત કરી છે જેમાં તેમણે કહ્યુ હતુ કે, ચીન ઝડપથી અમેરિકા માટે ખતરો બની રહ્યુ છે. જનરલ હેયટેને કહ્યુ હતુ કે, ચીનને ઝડપથી ઉભરી રહેલા ખતરા તરીકે ઓળખાવવુ યોગ્ય છે. કારણકે ચીન જે ઝડપથી પોતાની શક્તિઓ વધારી રહ્યુ છે તે ચોંકાવી નાખે તેવી બાબત છે.
તેમણે કહ્યુ હતુ કે, ચીન જે રીતે આગળ વધી રહ્યુ છે તે જોતા અમેરિકાએ જો પોતાની અંદર બદલાવ ના કર્યો તો આવનારા દિવસોમાં ચીન અમેરિકા અને રશિયા એમ બંને દેશોને પાછળ છોડી દેશે. આવુ થવુ નિશ્ચિત છે અને એટલે જ હું સમજુ છું કે અમેરિકાએ કંઈક કરવાની જરૂર છે.
અમેરિકન જનરલનુ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ચીન પોતાના હાઈપર સોનિક ન્યુક્લિયર મિસાઈલનુ પરિક્ષણ કરી ચુકયુ છે. ચીન દ્વારા અંતરિક્ષમાંથી હાઈપર સોનિક મિસાઈલ લોન્ચ કરવામાં આવી છે અને તેનાથી અમેરિકા ટેન્શનમાં છે.
અમેરિકાના બીજા એક ટોચના અધિકારી અને અમેરિકન સેનાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન માર્ક મિલીએ તો એટલે સુધી કહ્યુ હતુ કે, જે રીતે રશિયાએ 1957માં સ્પુતનિક મિસાઈલનુ પરીક્ષણ કરીને અમેરિકાને ચોંકાવ્યુ હતુ તે જ રીતે ચીનનુ આ પરિક્ષણ પણ અમેરિકા માટે ચોંકાવનારૂ રહ્યુ છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.