ચાણક્યના મતે આ 8 પ્રકારના લોકો ક્યારેય બીજાના દુ:ખને નથી સમજી શકતા, સદા રહો તેનાથી દૂર

ચાણક્ય અથવા કૌટિલ્ય (ઇ.સ.પૂર્વે ૩૭૧-૨૮૩) મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યો હતા. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણકના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે. તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે. તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે. જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે.

વર્ષો પહેલા ચાણક્યએ કેહેલી નીતિ વિષયક વાતો આજે પણ એટલી જ સાર્થક સાબીત થઈ રહી છે. આચાર્ય ચાણક્ય ભારતના મહાન રાજનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રીના રૂપમાં માનવામાં આવે છે. ચાણક્યમાં જન્મજાત નેતૃત્વકર્તાના ગુણ હતા અને તે પોતાની ઉંમરના સાથીઓ કરતા વધારે બુદ્ધિમાન અને તાર્કીક હતા. તો ચાણક્ય સત્ય કહેવા ઉપર ક્યારેય નથી ચુકતા. આચાર્ય ચાણક્યએ પોતાના પુસ્તક ચાણક્યનીતિમાં જીવન સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ ઉપર ઘણી મહત્વનીવાતો કરી છે. તેને 17માં અધ્યાયના એક શ્લોમાં આઠ રીતના લોકોને બીજાને પરેશાન કરનારા બતાવ્યાં છે.

राजा वेश्या यमो ह्यग्निस्तकरो बालयाचको।

पर दु:खं न जानन्ति अष्टमो ग्रामकंटका:।।

આ શ્લોક્માં રાજા, વેશ્યા, યમ, અગ્નિ, તસ્કર, બાળક, ભીખારી અને ગ્રામ કંટક એટલે કે ગ્રામજનોને પરેશાન કરનારા આ આઠ પ્રાણીઓના વર્ણન કરતા ચાણક્ય કહે છે કે, આ આઠ બીજા માણસોને દુઃખ અને સંતાપને નથી જાણતા. તેની પ્રવૃતિઓ પોતાના મનના અનુસાર કાર્ય કરવાની હોય છે. તે માટે માણસે આ લોકો પાસેથી દયાની અપેક્ષા ન કરવી જોઈએ.

अध: पश्यसि किं बाले! पतितं तव किं भुवि।

रे रे मूर्ख! न जानासि गतं तारुण्यमौकित्कम्।।

આ શ્લોકમાં ચાણક્ય કહે છે કે, માણસને તમામ પ્રકારની કોઈ અસહાય અને પીડીત વ્યક્તિનો ઉપહાસ ઉડાવવો ન જોઈએ. કારણ કે, આ સ્થિતિ તેની સાથે પણ ઘટી શકે છે. આ કથનને ઉપર્યુક્ત શ્લોક દ્વારા ચાણક્યએ સ્પષ્ટ કર્યું છેકે, એક ઉદ્દંડ યુવકને હસતા એક વૃદ્ધને પુછ્યું કે, હે બાલો તમે નીચે શું ગોતી રહ્યા છો. તેને વ્યંગ ભરેલા સ્વરને સાંભળીને વૃદ્ધાને કહ્યું કે, આ ઘડપણના કારણે મારૂ યૌવન રૂપી મોતી નીચે પડી ગયું છે. હું તેને ગોતી રહ્યો છું. આ સંદર્ભમાં ચાણક્ય કહે છે કે, માણસ એકને એક દિવસ અવશ્ય વૃદ્ધાવસ્થા આવશે. તે માટ તમારે બીજાનો ઉપહાસ ઉડાડવાની પ્રવૃતિ ઉપર અંકુશ લગાવવો જોઈએ.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube