ચાલુ ગાડીએ આ શરતે વાપરી શકશો મોબાઈલ ફોન, 1 ઓક્ટોબરથી કાયદો લાગૂ

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે શનિવારે જાહેરાત કરી હતી કે, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવી શકે છે, પરંતુ આ માત્ર રુટ્સ નેવિગેશન માટે જ હોવો જોઈએ. સાથે એ પણ ધ્યાન આપવું જોઈએ કે આ દરમિયાન ડ્રાઈવિંગ પરથી ધ્યાન ન ભટકે. એ પણ ક્લિયર કરવામાં આવ્યું હતું કે ડ્રાઈવિંગ દરમિયાન ફોન પર વાત કરતા પકડાવા પર 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનો ફાઈન ભરવો પડી શકે છે.

મંત્રાલયે કહ્યું છે કે તેમણે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં સુધારા કર્યા છે. તેના હેઠળ વાહન સંબંધિત જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે લાયસન્સ, રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ, ફિટનેસ સર્ટિફીકેટ, પરમીટ જેવાને સરકાર દ્વારા સંચાલિત વેબ પોર્ટલના માધ્યમથી મેન્ટેઈન કરવામાં આવી શકશે. ઈલેક્ટ્રોનિક પોર્ટલ દ્વારા કમ્પાઉન્ડીંગ, ઈમ્પાઉન્ડીંગ, એન્ડોર્સમેન્ટ, લાયસન્સનું સસ્પેન્શન અથવા રિવોકેશન, રજીસ્ટ્રેશન અને ઈ-ચલાણ જાહેર કરવાનું કામ પણ કરી શકાશે.

મોટર વાહન સંશોધન કાયદા હેઠળ આ નિયમો 1 ઓક્ટોબરથી લાગૂ કરવામાં આવશે. ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે આ કાયદામાં ઘણા સુધારાને લાગુ કર્યા છે, જમાં પરિવહનના નિયમોથી લઈને માર્ગ સુરક્ષા પણ સામેલ છે. આ નિયમોના ઉલ્લંઘન કરવા પર મોટા દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. સાથે જ ભ્રષ્ટાચારને ઓછો કરવા માટે ટેક્નોલોજીને પણ અપગ્રેડ કરવામાં આવી હતી.

મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે, આઈટી સર્વિસનો ઉપયોગ અને ઈલેક્ટ્રોનિક મોનિટરીંગ થી દેશમાં ચટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં મદદ મળશે. તેનાથી ડ્રાઈવરને હેરાન કરવાના મામલા પણ ઓછા થશે. આ સિવાય જિસક્વોલિફાય થયેલા ડ્રાઈવિંગ લાયસન્સનો પણ રેકોર્ડ રાખવામાં આવશે.

આમ કરવાથી ઓથોરિટીને ડ્રાઈવરના વ્યવહારને મોનિટર કરવામાં મદદ મળશે. નિયમો પ્રમાણે, જો વાહન સંબંધિત ડોક્યુમેન્ટ્સને ઈલેક્ટ્રોનિક માધ્યમથી વેરિફાય કરવામાં આવ્યા છે તો પોલીસ અધિકારી તેની ફિઝીકલ કોપી માગી શકશે નહીં. એ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ડોક્યુમેન્ટની માંગ કરવા અથવા તેની તપાસ કર્યા પછી તારીખ અને તપાસનો સ્ટેમ્પ અને પોલીસ અધિકારીના ઓળખ પત્રનો રેકોર્ડ પણ પોર્ટલ પર મેન્ટેઈન કરવામાં આવશે. આમ કરવાથી વગર કારણનું ચેકિંગ અને તપાસ કરવાનો બોજો ઓછો થશે અને ડ્રાઈવરોને પરેશાન થવું નહીં પડે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube