સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ ત્રણ મોટી તપાસ એજન્સીઓ કરી રહી છે. સુશાંતના પિતા કે.કે. સિંહ દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆર બાદ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીએ મુંબઈના જાણીતા વકીલોમાંથી એક સતીશ માનેશિંદેને પોતાના કેસ માટે પસંદ કર્યા.

સતીશ માનેશિંદે રિયાનો કેસ લડી રહ્યા છે. તેઓ આ કેસની સાથે પોતાની ફીસને લઇને પણ ચર્ચામાં છે. તાજેતરમાં તેમણે આ કેસની સાથે પોતાની ફીસને લઇને પણ મૌન તોડ્યું છે.

સલમાન અને સંજય દત્તનો કેસ લડ્યા હતા

સતીશ માનેશિંદે એ જ વકીલ છે જેમણે સલમાન ખાન અને સંજય દત્તનો કેસ લડ્યો હતો. કહેવામાં આવે છે કે સતીશ માનેશિંદે કૉર્ટની દરેક તારીખ માટે સારી એવી ફીસ લે છે. આવામાં સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠ્યા કે આખરે રિયા આ ફીસ કઈ રીતે તેમને આપી રહી છે. તાજેતરમાં જ માનેશિંદેએ ખુદ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પોતાની ફીસને લઇને નિવેદન આપ્યું છે. સતીશ માનેશિંદેએ પોતાની ફીસને લઇને ઉડી રહેલી અફવાઓને સંપૂર્ણ રીતે ખોટી ગણાવી છે.

મફતમાં કેસ લડી રહ્યા હોવાની વાત ખોટી

તેમણે કહ્યું કે, “છેલ્લા કેટલાક સમયથી મીડિયા અને સોશિયલ મીડિયા પર મને અને મારા ક્લાયન્ટને ફીસ માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે, જે ખોટું છે. અનેક લોકો એવું પણ કહી રહ્યા છે કે હું તેનો કેસ મફતમાં લડી રહ્યો છું. આ વાત પણ સત્ય નથી.

તેમણે કહ્યું કે ફીનો મામલો મારા અને મારા ક્લાયન્ટ વચ્ચેની વાત છે અને જે રીતે મને સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે હું એ મીડિયા હાઉસને ફક્ત કહેવા ઇચ્છુ છું કે તમે બહુ ખુશ રહો.”

કોણ ચુકવી રહ્યું છે ફી?

સતીશ માનેશિંદે એક જાણીતા ક્રિમિનલ લૉયર છે. સલમાન ખાન અને સંજય દત્તને કેસ જીતાડ્યા બાદ રિયા ચક્રવર્તીએ કેસ જીતાડવા માટે સતીશ માનેશિંદેને હાયર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે રિયા પર ફીને લઇને એ માટે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે રિયાની ઇનકમ એટલી નથી અને ના તે બોલીવુડની મોટી અભિનેત્રી છે, ત્યારે ફીના પૈસા કોણ ચુકવી રહ્યું છે તે પ્રશ્ન ચર્ચામાં છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube