જે સુંદરતા, ભવ્યતા અને સમૃદ્ધિ આપણને આકર્ષિત કરે છે, જેન સફળતા આપણને અચંબામાં નાખી દે છે, તે મુકામ, ભવ્યતા અથવા સમૃદ્ધિ કોઇ ચપટીભરમાં જ હાંસલ નથી કરી શકાતી. એ માટે ઘણો સમય લાગે છે. ભારતના અમીર ભરત ઝુનઝુનવાલા હોય અથવા તો પછી કોઇ વિશ્વના ટોપ અમીરોમાં સામેલ વોરેન બફેટ હોય. તેઓ કોઇ એક જ દિવસની અંદર પૈસાદાર નથી થઇ ગયા. આ બુલંદી પર પહોંચવા પાછળ આ લોકોની વર્ષોની મહેનત હોય છે અને માત્ર એવું પણ નથી કે તેઓને સફળતાના સોપાન ચઢવાનું શરૂ કર્યું તો બસ આગળ વધતા જ ગયાં. આ મંજિલ સુધી પહોંચવાના રસ્તામાં અનેક ઉતાર-ચઢાવ પણ આવ્યાં છે. તેઓ ક્યારેક ઉપર જતા રહે તો ક્યારેક નીચે જતા રહે છે.

આજના જમાનામાં જો તમે પણ સફળતા અથવા તો સંતુષ્ટિ પણ ઇચ્છો છો તો એ માટે તમારે કંઇ 20-30 વર્ષ સુધી રાહ જોવાની જરૂર નથી. કારણ કે આપણે સૌ કોઇ જાણીએ છીએ કે, આપણું રોકાણ જ આપણાં જીવનમાં આપણને સફળતા અથવા તો શાંતિ આપી શકે છે કે જેની આપણે સૌ કોઇ ઇચ્છા રાખતા હોઇએ છીએ. પરંતુ એ માટે આપણે ઇન્સ્ટન્ટ રોકાણ કરવાનું રહેશે. રોકાણ એવાં પૈસાનું પણ થઇ શકે છે કે જેમાં શિક્ષા તેમજ આપણાં વ્યક્તિત્વમાં સુધાર લાવવા તેમજ આપણાં ધૈર્યમાં પણ. એટલાં માટે આપે કંઇ પણ કર્યા વગર અમીર બનવું છે તો એ માટે ઓછામાં ઓછું તમારે તુરંત રોકાણ શરૂ કરવાનું રહેશે.
પહેલાં રોકાણ કરો
આપણે બજારના ઉતાર-ચઢાવથી ડરીએ છીએ અને રોકાણ તરફ આપણાં વલણને પણ આપણે રોકી રાખીએ છીએ. સાથે એવું પણ નથી કે આપણે રોકાણ નથી કરતા પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઇ ચૂક્યું હોય છે. એટલાં માટે ઉત્તમ એ રહેશે કે પહેલાં રોકાણ કરવાનું શરૂ કરો અને પછી અન્ય બાબતો વિશે વિચારો…
હકીકતમાં, પૈસા કમાવવા એ ખૂબ જ સરળ છે પરંતુ આ આઇડિયા જેટલાં સુસંગત રહેશે તેટલી જ સુગમતાથી પૈસા આવતા રહેશે.

પહેલાં રોકાણ કરો અને ભૂલી જાઓ
તમારે રોકાણ કરવા માટે ખર્ચા પર લગામ કરવો, સમય પર જ સાચા ટાર્ગેટમાં રોકાણ કરીને ભૂલી જવાની ટેક્નિક પર જ કામ કરવાનું રહેશે. બસ આ જ નિયમનું પાલન કરો અને તમે કંઇ જ ના કરો. આ જ રીતે કંઇ જ ના કરો અને તમારા અમીર બનવાના સપનાને પૂર્ણ કરો.
હવે આપ વિચારતા હશો કે ભલું આવું રીતે કોઇ અમીર કઇ રીતે બની શકે. જો આવું ખરેખર થાય છે તો વિશ્વના તમામ લોકો અમીર ના બની જાય અને જો તેઓ આવું નથી કરી રહ્યાં તો શું વિશ્વ પાગલ છે. કેમ કારણ કે જો પૈસાનું રોકાણ કર્યું છે તો તે હંમેશા વધતું જ રહેશે.
ચોક્કસ આ મંત્ર તમને 25 વર્ષ સુધી કંઈ જ ન કર્યા બાદ પણ ખૂબ જ અમીર બનાવી શકે છે. અલબત્ત, તમારે પહેલાં રોકાણ કરવું જોઈએ અને નિયમિતપણે ધનવાન થવા સિવાય કોઈ રસ્તો નથી
અને એવું પણ નથી કે આ સમય દરમિયાન તમારે કંઈ કરવાની પણ જરૂર નથી. તમારી રોકાણ યાત્રા રોલર-કોસ્ટર જેવી હોઈ શકે છે. ક્યારેક ઉપર અને ક્યારેક નીચે પણ તમારા પૈસાનું ખૂબ મૂલ્ય છે. આમાં નસીબ જેવું કંઈ જ નથી. જ્યારે બજાર વધે છે ત્યારે રોકાણકારો પૈસા કમાય છે બસ સરળ.

પડવા માટે તૈયાર રહો
ગુમ થવાનો ડર એટલે કે ગુમાવવાનો ડર અને સામૂહિક લોભ બજારને એવાં સ્તરે લઈ જઈ શકે છે કે જ્યાં તમારી આસપાસના દરેક લોકો પૈસા કમાઈ રહ્યાં છે અને જે વસ્તુથી આપણે વધુ નફરત કરીએ છીએ તે છે પૈસા ગુમાવવા. તમે તમારા પોતાના અનુભવ અને સલાહકારોની મદદથી બજારમાં 5 થી 10% ના ઘટાડા પર નિયંત્રણ મેળવી શકો છો. પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ કે બજાર દર થોડાં વર્ષે 20 ટકાથી વધુ ઘટે છે. એ માટે આપણે તૈયાર રહેવું જોઈએ.
ઘટાડામાં ગભરાશો નહીં
જે વ્યક્તિએ બજારમાં ડાઉનટ્રેન્ડનો આ તબક્કો જોયો છે તેણે પૈસા ગુમાવવાનો ડર અને ગભરાટ પણ જોયો છે. હકીકતમાં આ પરિસ્થિતિઓમાં નુકસાન વધુ વધવા લાગે છે. જેથી, સફળ રોકાણકાર માટે આવી પરિસ્થિતિઓમાં સામાન્ય રહેવું ખૂબ જ જરૂરી છે.
તમારી માટે એ જાણવું પણ ખાસ જરૂરી છે કે, બજારમાં મોટા ઘટાડાના સમયે અલગ-અલગ રોકારણકારોની શું-શું પ્રતિક્રિયા હોય છે. આ એ જ સમય હોય છે કે, જે તમારી પ્રતિક્રિયાના આધાર પર નક્કી કરે છે કે, તમારું રિટર્ન શું હશે. આપણે આપની આવકને ઘટતી જોઇને ગભરાવવાની જરૂર નથી પણ આપણે મગજને વધારે મજબૂત કરવાની જરૂર છે. આથી ગભરાશો નહીં પરંતુ આવી સ્થિતિમાંથી તમારે બહાર કંઇ રીતે નીકળવું એ જ વિચારવાનું છે.

બજારને ભૂલી જાઓ
બજારની અસ્થિરતા સામે ઝઝૂમવાનો એક આઇડિયા એ પણ છે કે, આને કેવી રીતે ભૂલી જવું. જેથી દરરોજ બજારને ન જુઓ, મગજમાં મચેલી ઉથલપાથલને શાંત કરી દો અને એર રીતે ખુદને એક લોકરમાં બંધ કરી દો. એટલે કે અહીં મગજને લોક કરી દો, જેનાથી તમને ખ્યાલ જ ના આવે કે બહાર બજારમાં શું થઇ રહ્યું છે. બસ આવું કરવાથી તમારા બજારમાં ટકી રહેવાથી સંપત્તિમાં ઘણો સુધારો આવી શકે છે.
જો કે એ વાત એ પણ ખરી કે કંઇ પૈસા બનાવવા એ સહેલું નથી, એ માટે સમય જોઇએ. એટલાં માટે જ આપણે મજબૂત માનસિક કૌશલ્યની આવશ્યકતા હોય છે. પરંતુ સૌ પહેલાં અને સૌથી મહત્વપૂર્ણ તમારે રોકાણ કરવાની શરૂઆત કરવી પડશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.