Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
India

Pm Modi:- બર્થડે ગીફ્ટમાં શું જોઈએ છે તે સવાલનો વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે એટલે કે ગુરુવારે જન્મદિવસ હતો, વડાપ્રધાન આ જન્મદિવસ પર 70 વર્ષના થયા છે. તેમણે પોતાના જન્મદિવસ થયેલા શુભેચ્છાઓના વરસાદ બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ વખતે એક એવો સવાલ પણ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીને પૂછાઈ રહ્યો હતો તેમને બર્થડે ગીફ્ટ તરીકે શું જોઈએ છે? જેનો વડાપ્રધાન મોદીએ મોડી રાત્રે જવાબ પણ આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે સાડા 12 પછી એક ટ્વીટ કરીને પોતાના જન્મદિવસ પર કેવી ભેટ જોઈએ છે તે વિશે જણાવ્યું છે. તેમણે ગીફ્ટમાં કોરોના વાયરસ લોકોથી દૂર રહે અને સૌ કોઈ તંદુરસ્ત રહે તેવી ભેટ માગી છે.

વડાપ્રધાન મોદીએ મોડી રાત્રે કરેલા ટ્વીટમાં લખ્યું છે કે, “મને ઘણાં લોકોએ પૂછ્યું છે કે મને જન્મદિવસ પર શું જોઈએ છે, હું જે જણાવી રહ્યો છું તે મને હમણાં જ જોઈએ છેઃ માસ્ક પહેરવાનું રાખો અને તે વ્યવસ્થિત રીતે પહેરો; સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. ‘દો ગજ કી દૂરી’ યાદ રાખો; ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળો; ઈમ્યુનિટી વધારે સારી બનાવો.”

અંતમાં તેમણે પોતાના ટ્વીટમાં માત્ર ભારત જ નહીં પણ આખી પૃથ્વીને સ્વસ્થ રહે તેવી કામના કરી છે. મહત્વનું છે કે વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર ભારતની સાથે દુનિયાભરના લોકોએ શુભેચ્છાઓ પાઠવી, જેમાં નેતા, અભિનેતા, બિઝનેસમેન વગેરેનો સમાવેશ થાય છે. એક વિડીયો વાયરલ થયો હતો જેમાં અલગ-અલગ દેશના બાળકો તેમને જન્મદિવસ શુભેચ્છા પાઠવી રહ્યા હતા. આ બાળકો તેમને પોતાના દેશની ભાષામાં શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે.

25 દેશોના બાળકો પીએમ મોદીને 70મા બર્થડે પર પાઠવી રહ્યા છે શુભેચ્છાઓ

70 વર્ષના થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર મળેલી શુભેચ્છાઓ બદલ તેમણે જણાવ્યું કે, “જન્મદિવસની શુભેચ્છાઓ તેમને લોકોના કામ કરવાની અને તેમને સારું જીવન મળે તે દિશામાં આગળ વધવા માટે હિંમત આપનારી છે.”

વડાપ્રધાને પોતાના એક અન્ય ટ્વીટમાં લખ્યું છે કે, “ભારતના લોકોની સાથે દુનિયાના લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે. હું દરેકનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને શુભકામનાઓ પાઠવી છે. આ શુભેચ્છાઓ મને નાગરિકોના જીવનને વધારે સારું બનાવવાની દિશામાં કામ કરવા માટે તાકાત આપનારી છે.”

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

ગૌતમ બુદ્ધને ભારતીય કહેવા પર ઉશ્કેરાયું નેપાળ, જયશંકરના નિવેદન અંગે વાંધો ઉઠાવ્યો

Nikitmaniya

COVID-19 Vaccine: ICMR ડાયરેક્ટરના નિવેદને ચિંતા વધારી, કહ્યુ, શ્વાસના રોગીઓ પર કોઈ વેક્સીન 100% કારગર નથી

Nikitmaniya

શું મોદીની ‘કૂટ’નીતિ જ પાકિસ્તાનની દવા? શું દાઉદને બચાવી શકશે પાકિસ્તાન

Nikitmaniya