15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીના લાલ કિલ્લાને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પર ત્રિરંગો ઝંડો લહેરાવશે. કોરોના સંકટને કારણે આ વાશે કાર્યક્રમના આયોજનમાં ઘણા ફેરબદલ કરવામાં આવ્યા છે. અને સોષસ્યલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરાવવામાં આવશે.

લાલ કિલ્લાની આસપાસ SWAT-NSG-SPG-ITBP તૈનાત
લાલ કિલ્લાની આસપાસ સિક્યોરિટી રિંગ ઉભી કરવામાં આવી છે. જેમાં એનએસજીના સ્નાઇપર, એલીટ સ્વોટ કમાન્ડો અને કાઇટ કેચર્સની ટીમને તૈનાત કરવામાં આવશે. તો સાથે સાથે 300થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે. તેની ફૂટેજને દરેક સેકન્ડ મોનિટર કરવામાં આવી રહી છે. ઉપરાંત, લગભગ 4 હજારથી વધુ સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે જેઓ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે.
જૂની નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પણ સઘન સુરક્ષા

લાલ કિલ્લા પાસે જૂની દિલ્હી ને નવી દિલ્હી રેલવે સ્ટેશન પણ છે. જેની સુરક્ષા પણ સઘન કરી દેવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (રેલવે) હરેન્દ્ર કુમાર સિંહએ જણાવ્યું છે કે સુરક્ષા કર્મીઓને રેલવે સ્ટેશનની સાથે સાથે ટ્રેક પર પણ તૈનાત કરવામાં આવ્યા છે. 15 ઓગસ્ટની સવારે 6.45થી 8.45 સુધી લાલ કિલ્લા પાસેથી પસાર થતા ટ્રેક પર અવરજવર બંધ રહેશે.
આકાશ પર પણ રાખશે સુરક્ષા દળો નજર

સુરક્ષા દળોની નજર આકાશમાં પણ રહેશે. જેથી લાલ કિલ્લા પાસે કોઈ પતંગબાજી પણ ન કરી શકે. ઉપરાંત પોલીસ દ્વારા ભીયાં પણ ચલાવવામાં આવી રહ્યું છે. હોટલ્સની તપાસ પણ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ લોકોની તપાસમાં દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે.દિલ્હી ટ્રાફિક પોલીસ તરફથી એક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.
ગુરુવારે કરાયું ફૂલ ડ્રેસ રિહર્સલ

આ પહેલા લાલ કિલ્લા પર ગુરુવારે 74માં સ્વતંત્રતા દિવસ સમારોહનો ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. આર્મી, વાયુસેના અને નેવીના જવાનોએ ફ્લેગ માર્ચ કર્યું હતુ. રિહર્સલ દરમ્યાન પણ કડક સુરક્ષા રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લાલ કિલ્લાની આસપાસના તમામ માર્ગોને બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે 15 ઓગસ્ટે પણ લાલ કિલ્લાની આસપાસના માર્ગો રહેશે બંધ.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.