બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં વીતેલા જમાના ની એવી ઘણી સુંદર અભિનેત્રીઓ હતી જેમણે પોતાની સુંદરતા થી લાખો લોકો ને પોતાના દિવાના બનાવી દીધા હતા. 80-90 ના દશક માં આ સુંદર અભિનેત્રીઓ ની અદાઓ ના લાખો લોકો દીવાના હતા અને આ અભિનેત્રીઓ લાખો દિલો પર રાજ કરતી હતી. પરંતુ જો અમે વર્તમાન સમય ની વાત કરીએ તો એ સુંદર અભિનેત્રીઓ આજ ના સમય માં ઘણી બદલાઈ ગઈ છે. આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી 80-90 ના દશક ની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જાણકારી આપવા ના છીએ જે આટલા લાંબા સમય વીત્યા પછી કેવી દેખાય છે. જો તમે આમના ફોટા જોશો તો ઓળખવું મુશ્કેલ થઈ જશે.

આયશા ઝુલકા

બોલિવૂડ ની સુંદર અભિનેત્રી આયશા ઝુલકા નો જન્મ 28 જુલાઈ 1972 એ શ્રીનગર માં થયો હતો. એમણે બોલિવૂડ ની ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. એમણે બોલિવૂડ માં ખિલાડી, કુરબાન, એક રાજા રાની, સંગ્રામ, માસુમ, જો જીતા વો હી સિકંદર જેવી સુપરહિટ ફિલ્મો માં પોતાની સારી એક્ટિંગ થી લાખો લોકો ના દિલ જીત્યા હતા પરંતુ આજ ના સમય માં આયશા ઝુલકા ને ઓળખવું મુશ્કેલ છે.

મમતા કુલકર્ણી

બોલિવુડ ની અભિનેત્રી મમતા કુલકર્ણી નો જન્મ 20 એપ્રિલ 1972 મા મુંબઈ માં થયો હતો. મમતા કુલકર્ણી 90 ના દશક ની સૌથી ફેમસ અભિનેત્રીઓ માંથી એક માનવા માં આવે છે. એ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ની ધડકન હતી. મમતા કુલકર્ણી એ બોલિવૂડ ફિલ્મો માં ક્રાંતિવીર, કારણ અર્જુન જેવી સુપરહિટ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા કરી છે. અમની સુંદરતા ના લોકો દીવાના હતા પરંતુ આજ ના સમય માં એ એકદમ બદલાઈ ગઈ છે.

મીનાક્ષી શેષાદ્રી

બોલિવૂડ ની સુંદર અને ફેમસ અભિનેત્રી મીનાક્ષી નો જન્મ 16 નવેમ્બર 1963 એ ધનબાદ ના સિંધવી માં થયો હતો. 80 ના દશક માં અભિનેત્રી મીનાક્ષી બોલિવૂડ ની સૌથી ફેમસ અભિનેત્રીઓ માંથી એક ગણવા માં આવતી હતી. એમણે ફિલ્મ હીરો માં કામ કર્યું છે એ ફિલ્મ બોલિવૂડ ની બ્લોકબસ્ટર ફિલ્મ માંથી એક હતી. હવે તમે આમના ફોટા ને જોઇ જ રહ્યા છો આ પહેલા કરતા ઘણી બદલાઈ ગઈ છે.

રીના રોય

બોલિવૂડ અભિનેત્રી રીના રોય નો જન્મ 7 જાન્યુઆરી 1957 એ મુંબઈ માં થયો હતો. એ પોતાના જમાના ની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક માનવા માં આવે છે અને ઘણા લોકો એમને પસંદ પણ કરે છે. રીના રોય બોલીવુડ ફિલ્મ નાગિન અને આશા જેવી ફિલ્મો માં મુખ્ય પાત્ર કર્યું છે. પરંતુ આટલા સમય વીત્યા પછી એમના માં ઘણો બદલાવ આવી ગયો છે.

બિંદિયા ગોસ્વામી

બોલિવૂડ ની ફેમસ એક્ટ્રેસ બિંદિયા ગોસ્વામી નો જન્મ 6 જાન્યુઆરી 1962 રાજસ્થાન ના ભરતપુર જિલ્લા માં થયો હતો. 70 અને 80 ના દશક માં સૌથી ફેમસ અને સુંદર અભિનેત્રીઓ માં શામેલ છે. બિંદિયા ગોસ્વામી એ ગોલમાલ અને શાન જેવી સુપરહિટ ફિલ્મો માં પોતાની સારી એક્ટિંગ બતાવી છે અને આમના દ્વારા કરવા માં આવેલા બધા પાત્ર લાખો કરોડો દર્શકો દ્વારા પસંદ પણ કરવા માં આવતા હતા. પરંતુ વર્તમાન સમય માં આવી દેખાવા લાગી છે.

ઝીનત અમાન

બોલિવૂડ ની સદાબહાર અભિનેત્રી ઝીનત અમાન નો જન્મ 19 નવેમ્બર 1951 માં મુંબઈ માં થયો હતો. ઝીનત અમાન 70 અને 80 ના દશક માં બોલિવૂડ ની સૌથી ફેમસ અભિનેત્રીઓ માંની એક હતી. અભિનેત્રી ઝીનત અમાને બોલિવૂડ ફિલ્મ લાવારીસ, સત્યમ શિવમ સુન્દરમ અને કુરબાની જેવી હિટ ફિલ્મ માં મુખ્ય પાત્ર કર્યું છે. પરંતુ જો અમેં વર્તમાન સમય ની વાત કરીએ તો એમના માં ઘણું પરિવર્તન આવી ગયું છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube