બોલીવૂડ સેલેબ્રીટી ક્રિમિનલ્સ – કોઈ બળાત્કારના આરોપસર છે જેલના સળિયાપાછળ તો વળી કોઈએ કરી છે કરોડોની ઉચાપત

હાલ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો મામલો મિડિયામાં ખૂબ જ ચર્ચામાં છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા 15 દિવસમાં સુશાંતના કેસમાં જે વળાંક આવ્યા છે તેમજ નવી હકીકતો જાણવા મળી છે તે લોકોને પણ ચોંકાવી રહી છે. હાલ સુશાંતના કેસને સીબીઆઈને સોંપવામાં આવ્યો છે અને સીબીઆઈએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની આરોપી તરીકે પૂછપરછ શરૂ કરી છે. થોડા સમય પહેલાં સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તિ વિરુદ્ધ પટનાના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેણીએ જ સુશાંતને આત્મહત્યા કરવા માટે પ્રેર્યો છે. તેમજ તેણીએ સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરી છે. હાલ તેની તપાસ ED કરી રહી છે.

image source

રિયા પર હાલ આઈપીસીની કલમ 306, 341, 342, 380, 406 અને 420 હેઠળ ગુનાની ફરિયાદ દાખલ છે. જો આ બધા જ આરોપો જે રિયા પર લગાવવામાં આવ્યા છે તે સાબિત થાય તો તેણીને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. પણ આ પહેલાં પણ બોલીવૂડના કેટલાક સિતારાઓ કેટલાક ગંભીર ગુનામાં સંડોવાયેલા જોવા મળ્યા છે અને તેઓના આ આરોપો સાબિત થતાં તેમણે જેલની સજા પણ ભોગવી પડી છે. આ ગુનામાં પૈસાની ઉચાપત, બળાત્કાર, હત્યા જેવા ગંભીર ગુનાનો સમાવેશ થાય છે. તો આજે અમે તમને બોલીવૂડના આવા જ કૈટલાક સેલેબ્સ વિષે વાત કરીશું જેઓ પોતાના ગુનાના કારણે જેલની હવા ખાઈ આવ્યા છે.

image source

પ્રેરણા અરોરા – પ્રેરણા અરોરા અક્ષય કુમાર અભિનિત ફિલ્મ પેડમેન તેમજ અનુષ્કા શર્મા અભિનિત ફિલ્મ પરીની પ્રોડ્યુસર રહી ચુકી છે. તેણીએ 8 મહિના જેલમાં રહેવાનો વારો આવ્યો હતો. જે થોડા સમય પહેલાં જ જેલની બહાર આવી છે. તેણી સામે મુંબઈની ઇકોનોમિક ઓફિસ વિંગે 2019માં પ્રોડ્યુસર વાસુ ભાગનાનીના 3.16 કરોડની ઉચાપતનો આરોપ હતો અને તે આરોપસર તેણીની ધરપકડ કરવામાં આવી હતી.

શાઇની આહુજા

image source

શાઇની આહુજા પોતાની કેરિયરની શરૂઆતમાં જ આ ગુનો કરી બેઠો હતો. તેના પર 2009માં પોતાના જ ઘરના હાઉસ હેલ્પની એક હેલ્પર પર બળાત્કારનો આરોપ હતો. મળેલી માહિતી પ્રમાણે 2008માં તેના ઘરે કામ કરતી એક 20 વર્ષિય કામવાળીએ તેના પર શાઇનીએ બળાત્કાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ તેણે પોતાનો ગુનો સ્વિકારતા તેને 7 વર્ષની સજા કરવામાં આવી હતી. જો કે ત્રણ વર્ષ જેલમાં રહ્યા બાદ તેને બેઇલ મળી ગઈ હતી. પણ તેની ફિલ્મી કેરિયર સદંતર ખતમ થઈ ગઈ છે. આજે તે ક્યાં છે કેવું જીવન જીવી રહ્યો છે તે વિષે કોઈ જ કશું નથી જાણતું.

સલમાન ખાન

image source

સલમાન ખાન પર આરોપ હતો કે તેણે 1998માં બ્લેક બક કે જે એક સંરક્ષિત વન્ય જીવ છે તેનો શિકાર કર્યો હતો. તેનો આ કેસ ખૂબ જ લાંબો ચાલ્યો હતો. અને 2018માં તેની સુનાવણી થઈ હતી જેમાં તેને 5 વર્ષની સજા થઈ હતી. રાજસ્થાનની જોધપુર કોર્ટે સલમાનને સજા સંભળાવી હતી. જો કે એક દિવસ જેલમાં રહ્યા બાદ સલમાનને બેઇલ મળી ગઈ હતી. તો વળી સલમાન ખાન પર એક હિટ એડ રનનો કેસ પણ હતો અને આર્મ્સ એક્ટનો પણ એક કેસ થયો હતો, જેમાં તે નિર્દોશ સાબિત થયો હતો અને તેને છોડી મુકાયો હતો.

મોનિકા બેદી

image source

મોનિકા બેદીએ બોલીવૂડની ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણી પર આરોપ હતો કે તેણીએ ગેંગસ્ટર અબુ સાલેમ સાથે 2006માં નકલી ગેરકાયદેસર ડોક્યુમેન્ટ્સ સાથે પોર્ટુગલમાં પ્રવેશ કર્યો હતો જે સાચો સાબિત થયો હતો. મોનિકા પોર્ટુગલના લિસ્બન શહેરમાં પકડાઈ હતી અને તેણીને તેના માટે ચાર વર્ષની જેલની સજા થઈ હતી. 2010માં મોનિકા છૂટી ગઈ હતી. જો કે તેણે ફરી ફિલ્મોમાં તેમજ ટેલિવિઝનમાં કામ શરૂ કર્યું પણ તે વધારે ચાલી ન શકી. તેણીએ 2013-14માં સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલ સરસ્વતિ ચંદ્રમાં કામ કર્યું હતું. જો કે હાલ તેણી નાના-મોટા કોઈ પણ પરદા પર જોવામાં નથી આવતી.

રાજપાલ યાદવ

image source

રાજપાલ યાદવ 2018ના નવેમ્બરમાં દેવાળીઓ બની ગયો હતો. તેના પર 5 કરોડ રૂપિયાનું દેવું હતું જેતે નહોતો ભરી શકતાં તેણે જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. એક અહેવાલ પ્રમાણે રાજપાલ યાદવે તેમજ તેની પત્નીએ 2010માં પોતાની પ્રથમ ફિલ્મ બનાવવવા માટે 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જે તે ચૂકવી નહોતો શક્યો. આ લોન રાજપાલે દિલ્લીની એક કંપની મુરલી પ્રોજેક્ટ્સ પાસેથી લીધી હતી. લોન ભરપાઈ ન થતાં આ કંપનીએ રાજપાલ યાદવની કંપની શ્રી નૌરંગ ગોદાવરી એન્ટરટેનમેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ સાબિત થતાં રાજપાલ યાદવને ત્રણ મહિનાની જેલ થઈ હતી.

ફરદીન ખાન

image source

ફીરોઝ ખાનનો દિકરો અને બોલીવૂડ અભિનેતા ફરદિન ખાન પર પણ ગંભીર આરોપ મુકવામાં આવ્યા હતા. તેની કોકેન રાખવાના આરોપસર ધરપકડ કરવામા આવી હતી. આ ગુના બદલ તેણે 5 દિવસ જેલના સળિયા પાછળ વિતાવવા પડ્યા હતા ત્યાર બાદ તેને બેઇલ મળતા તે છૂટી ગયો હતો. તેમજ જેલમાંથી છૂટ્યા બાદ તેને તરત જ રીહેબિલિટેશન સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.

સૂરજ પંચોલી

image source

આદિત્ય પંચોલીના દીકરા સુરજ પંચોલી પર આરોપ મુકવામાં આવ્યો હતો કે તેણે અભિનેત્રી જીયા ખાનને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી. જીયા ખાનનો મૃતદેહ 3 જૂન 2013ના રોજ તેણીના મુંબઈ ખાતેના ફ્લેટમાં મળી આવ્યો હતો. અને તેના લીવઇન બોયફ્રેન્ડ સૂરજ પંચોલીની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. જોકે મુંબઈ હાઇકોર્ટે તેની બેઇલ ગ્રાન્ટ કરતાં તે એક મહિનામાં મુક્ત થઈ ગયો હતો.

સંજય દત્ત

image source

સંજય દત્ત પર ખૂબ જ ગંભીર આરોપ લાગ્યો હતો. તેના પર 1993માં મુંબઈમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં ટાડા એટલે કે પ્રિવેન્શન એક્ટ હેઠળ ગેરકાયદેસર હથિયાર રાખવાનો આરોપ હતો અને તે તેમાં દોષી સાબિત થયો હતો અને આ કેસની સુનાવણી છેક 2013માં પુરી થઈ હતી અને તેને 5 વર્ષની જેલની સજા થઈ હતી. જો કે તેના સારા વર્તનના કારણે તેને 25 ફેબ્રુઆરી 2016ના રોજ પુણેની યરવડા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube