ભારતીય જનતા પાર્ટી(BJP)ના પદ્દાધિકારીઓની નવી ટીમની જાહેરાત આજે કરવામાં આવી છે. પાર્ટી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા(JP Nadda)એ થોડા સમય પહેલા જ આ અંગે માહિતી આપી છે. આ વખતે બીજેપીની નવી ટીમમાં દરેક રાજ્યોમાંથી મોટાભાગે યુવાનો અને મહિલાઓને તક આપી છે. જેપી નડ્ડાના અધ્યક્ષ બન્યા બાદ આ પહેલો મોટો ફેરફાર છે.
માહિતી મુજબ બીજેપીની નવી ટીમમાં 12 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહામંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી. ઉપરાંત, માહિતી મુજબ બીજેપીની નવી ટીમમાં 23 રાષ્ટ્રીય પ્રવક્તા શામેલ હશે. ગુજરાત માટે મોટા સમાચાર એ છે કે બીજેપીની આ નવી ટીમમાં સાંસદ ભારતીબેન શિયાળનો કેન્દ્રીય ટીમમાં સમાવેશ થયો છે. આપને જણાવી દઈએ કે ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા છે. જ્યારે દુષ્યંત કુમાર ગૌતમને મહાસચિવ બનાવાયા છે.
માહિતી પ્રમાણે ભાજપાની નવી ટીમમાં રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ અને પી મુરલીધર રાવ, અનિલ જૈન અને સૂરજ પાંડેની જગ્યાએ નવા ચેહરાઓને તક આપવામાં આવી છે. ભારતીબેન શિયાળની વાત કરીએ તો તેઓ ભાવનગરથી સાંસદ છે. ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે ભુપેન્દ્ર યાદવ, અરૂણ સિંહ, કૈલાશ વિજયવર્ગીય, દુષ્યંત કુમારને મહાસચિવ બનાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાની નવી ટીમની જાહેરાત એવા સમયે કરી જ્યારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત થઈ ચૂકી છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.