કુતરાનો અવાજ
ગાડીમાં લગાવ્યો કૂતરાની અવાજ વાળો હોર્ન, વાગતા જ ડરીને હવામાં ઉછળી ગયો વ્યક્તિ- જોઈએ Reel Viral Video. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ (Instagram Reel) પર ધમાલ મચાવી રહ્યો છે. એક વ્યક્તિએ પોતાની ગાડીમાં કુતરાના અવાજ વાળો હોર્ન લગાવ્યો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલ વ્યક્તિની પાછળ જેવો જ હોર્ન વગાડે (Bike Dog Barking Horn Scares Man) તો તે વ્યક્તિ ડરીને ઉછળી પડે છે. વિડીયો વાયરલ (Video Viral) થઈ ગયો.

સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર રોજ ઘણા બધા ફની વિડીયો (Funny Video) વાયરલ થતા રહેતા હોય છે, જેને જોઈએને આપને પણ હસી હસીને પેટમાં દુખવા લાગે. આ વખતે આવો જ એક વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ (Instagram Reel) પર ધમાલ મચાવી રહ્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિએ પોતાની ગાડીમાં કુતરાના અવાજ વાળો હોર્ન લગાવ્યો હોય છે. રસ્તા પરથી પસાર થઈ રહેલ એક વ્યક્તિની પાછળ જેવો જ હોર્ન વગાડવામાં (Bike Dog Barking Horn Scares Man) તો તે વ્યક્તિ તરત જ ડરીને ઉછળી પડે છે. અરબાજ ખાન નામના ઇન્સ્ટાગ્રામ યુઝર દ્વારા આ વિડીયોને શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં ખુબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, એક વ્યક્તિ પગપાળા જ ચાલી રહી હોય છે. ત્યારે જ પાછળથી એક ગાડી આવે છે અને ગાડી ચલાવી રહેલ વ્યક્તિ હોર્ન વગાડે છે. કુતરાના અવાજ વાળો હોર્નને સાંભળીને પગપાળા ચાલી રહેલ વ્યક્તિ ડરી જાય છે અને હવામાં ઉછળવા લાગે છે. પરંતુ જયારે તે જોવે છે કે, આ ગાડીના હોર્નનો અવાજ છે તો તે વ્યક્તિ ચપ્પલ ઉતારીને તે વ્યક્તિને મારવાનો પ્રયત્ન કરે છે.
જોઈએ Reel Viral Video :
આ વિડીયોને તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોને અપલોડ કર્યા પછી અત્યાર સુધી આ વિડીયોને ૨ લાખ કરતા વધારે વાર જોવાઈ ગયો છે. એટલું જ નહી આ વિડીયો પર ૧૭ હજાર કરતા વધારે લાઈક્સ મળ્યા છે અને ઢગલાબંધ કમેન્ટ્સ પણ આ વિડીયો પર કરવામાં આવ્યા છે. આ વિડીયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક યુઝરે આ વિડીયોને જોઇને કમેન્ટમાં લખ્યું છે કે, ‘જેઓ ગાડીની સામે જાણી જોઇને ચાલે છે તેઓ પણ આવો હોર્ન સાંભળીને તરત જ દોડવા લાગશે.’ જયારે અન્ય યુઝર લખે છે કે, ‘ભાઈ મને પણ જણાવો કે, આ કુતરાના અવાજ વાળો હોર્ન ક્યાં મળે છે, મારે પણ લગાવવો છે.’
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.