• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

Bihar:-બિહાર વિધાનસભા ચૂંટણીઃ બીજા તબક્કાનું 94 બેઠકો પર આજે મતદાન

in Politics
Bihar:-બિહાર વિધાનસભા ચૂંટણીઃ બીજા તબક્કાનું 94 બેઠકો પર આજે મતદાન

પટણાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ તબક્કામાં 2.85 કરોડ મતદાતા ચૂંટણી મેદાનમાં ઉતરેલા 1463 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. ચૂંટણીપંચે કોરોનાથી બચવા માટે જરુરી ગાઈડલાઈન્સ સાથે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે.

આજના મતદાનમાં જે મહત્વના ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થશે તેમાં આરજેડીના તેજસ્વી યાદવનો સમાવેશ થાય છે. તેજસ્વી યાદવ વિરોધી મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. તેમણે 2015માં ભાજપના સતીશ કુમારને હરાવીને આ બેઠક ફરી પોતાની પાર્ટી માટે જીતી. સતીશે 2010માં આ બેઠક પરથી તેજસ્વીના માતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. ભાજપે આ વખતે પણ સતીશ કુમાર પર વિશ્વાસ કર્યો છે.

બીજી તરફ તેજસ્વીના મોટા ભાઈ તેજપ્રતાપ યાદવ હસનપુરથી જેડીયુની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ સિવાય પથ નિર્માણ મંત્રી અને ભાજપના ઉમેદવાર નંદકિશોર યાદવ (પટના સાહિબ), જેડીયુ ઉમેદવાર અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર (નાલંદા), ભાજપ ધારાસભ્ય અને સહકારિતા મંત્રી રાણા રણધીર સિંહ (મધુબન) અને જેડીયુ નેતા અને રાજ્યમંત્રી રામસેવક સિંહ (હથુઆ)થી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. પટનાની બાંકીપુર બેઠક પરથી કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હા પણ આ તબક્કામાં પોતાનું ભાગ્ય આજમાવશે, તેમની ટક્કર ભાજપના ઉમેદવાર નિતિન નબીન સાથે થવાની છે.

હરનૌત ચૂંટણી ક્ષેત્રમાં મુખ્યમંત્રી નીતિશ કુમારનું ગામ આવે છે, તેઓ પણ મતદાન માટે જવાના છે. આજે કુલ 41,362 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાશે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

પેટ્રોલ-ડીઝલના ભાવ 50 રૂપિયા કરવા હોય તો ભાજપને સંપૂર્ણપણે હરાવવું પડશે
Politics

પેટ્રોલ-ડીઝલના ભાવ 50 રૂપિયા કરવા હોય તો ભાજપને સંપૂર્ણપણે હરાવવું પડશે

ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ
Politics

ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ

જિન્ના સાથે પટેલની તુલના શરમજનક, અખિલેશે માફી માગવી જોઈએ’: સીએમ યોગી
Politics

જિન્ના સાથે પટેલની તુલના શરમજનક, અખિલેશે માફી માગવી જોઈએ’: સીએમ યોગી

પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવવા માટે ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી મહેબૂબા મુફ્તી, કહ્યું- વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરો
Politics

પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવવા માટે ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી મહેબૂબા મુફ્તી, કહ્યું- વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: