આઈપીએલ 2020 પહેલાં ચેન્નાઈ સુપરકિંગ્સને મોટો ઝટકો લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચેન્નાઈ સુપરકિંગ્સના 11 સભ્યો કોરોના પોઝિટીવ બની ગયા છે. કોરોના પીડિત સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ તે ચોક્કસપણે ટીમ માટે ખરાબ સમાચાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ શુક્રવારથી દુબઇમાં પ્રેક્ટિસ શરૂ કરવાની હતી, પરંતુ હવે આખી ટીમને ક્વોરંટિન કરી દેવામાં આવી છે. જેમાં 10 જણા સપોર્ટ સ્ટાફ અને એક ભારતીય ખેલાડીને કોરોના પોઝિટીવ આવ્યો છે.ધોની સહિતના તમામ ખેલાડીઓને હોટલમાં ક્વોરંટિન કરી દેવાયા છે. એક ભારતીય કોરોના પોઝિટીવ છે. તે બોલર હોવાના અહેવાલો છે.

ચેન્નઈની ટીમ વધુ એક અઠવાડિયા માટે હોટલ માટે બંધ રહેશે

શરૂઆતમાં માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સનો એક ખેલાડી કોરોના પોઝિટીવ હોવાના સમાચાર હતા. બાદમાં 11 સભ્યો પોઝિટીવ હોવાનો મોટો ખુલાસો થયો હતો. સીએસકે સભ્યોની ટીમ દુબઈ પહોંચ્યા પછી જ કોરોનાનો ચેપ લાગ્યો છે. હવે ટીમનો ક્વોરેન્ટાઇન સમય બીજા અઠવાડિયા માટે વધારવામાં આવ્યો છે. ચેન્નાઈની ટીમ 21 ઓગસ્ટે દુબઇ પહોંચ્યા બાદ 6 દિવસીય ક્વોરંટિનમાં હતી હવે સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. હવે તેને બીજા એક અઠવાડિયા સુધી હોટલમાં બંધ રહેવું પડશે.

અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આખી સીએસકે ટીમ અને સપોર્ટ સ્ટાફ-અધિકારીઓની ફરીથી કોરોના પરીક્ષણ કરવામાં આવશે. આ કોરોના કસોટી આજે થશે. યુએઈ પહોંચ્યા પછી, બીસીસીઆઈએ ત્રણ કોરોના પરીક્ષણો કરવા સૂચના આપી છે. શુક્રવારે યોજાનારી કોરોના પરીક્ષાનું પરિણામ શનિવારે આવશે.

બીસીસીઆઈના આઇપીએલ સાથે સંકળાયેલા સૂત્રોએ નામ જાહેર નહી કરવાની શરતે જણાવ્યું હતું કે જેનો કોરોના પોઝિટિવ આવ્યો છે તે ભારત માટે તાજેતરમાં જ વન-ડે રમ્યો હતો અને તે જમોડી ઝડપી બોલર છે. આ ઉપરાંત ટીમના સપોર્ટ સ્ટાફના કેટલાક સદસ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

બોર્ડના સૂત્રોએ નામ જાહેર કર્યા વિના જણાવ્યું હતું કે તાજેતરમાં ભારત માટે લિમિટેડ ઓવરમાં રમેલા એક ઝડપી બોલરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ધોની સાથે ગયા સપ્તાહે દુબઈ પહોંચેલા ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ અગાઉ ચેન્નાઈમાં પાંચ દિવસનો ટ્રેનિંગ કેમ્પ કર્યો હતો જેમાં સુરેશ રૈના, અંબાતી રાયડુ, પીયૂષ ચાવલા, દિપક ચાહર અને શાર્દૂલ ઠાકુરનો સમાવેશ થાય છે. ભારત માટે તાજેતરમાં કોઈ ઝડપી બોલર રમ્યો હોય અને તે હાલમાં ચેન્નાઈની ટીમમાં હોય તો તે શાર્દૂલ ઠાકુર અને દીપક ચાહર છે, આ બેમાંથી એકાદ ખેલાડીને કોરોના પોઝિટિવ આવ્યો હોય તેવી દહેશત સેવાય છે.

જાણો શું છે IPLના નવા નિયમો

એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે દરેક ફ્રેન્ચાઇઝીની મેડિકલ ટીમે આ વર્ષે પહેલી માર્ચથી તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના મેડિકલ રીપોર્ટ અને ટ્રાવેલ હિસ્ટ્રી હાંસલ કરવાની રહેશે.ફ્રેન્ચાઇઝીઓના પસંદગીના શહેરમાં એકત્રિત થતાં અગાઉ તમામ ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે બે કોવિડ-19 પીસીઆર પરીક્ષણોમાંથી પસાર થવું પડશે. (ટીમો સાથે જોડાયાના એક સપ્તાહ અગાઉ, 24 કલાકમાં બે વાર). આ સંયુક્ત આરબ અમિરાત માટે પ્રવાસ કરતાં પહેલાના સંક્રમણનું જોખમ ઓછું કરવામાં મદદ કરશે.

ખેલાડીઓ અને ટીમ સપોર્ટ સ્ટાફ દ્વારા કોરોન્ટાઇન સંબંધિત કોઈ પણ પ્રોટોકોલનું ઉલ્લંઘન એ આઇપીએલની આચારસંહિતા હેઠળ સજા પાત્ર રહેશે. કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવવા પર કોરોન્ટાઇન કરવામાં આવશે. 14 દિવસ પૂર્ણ થયા બાદ અને બે વાર (24 કલાકના અંતરમાં) રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ જ યુએઈ જવા માટે મંજૂરી આપવામાં આવશે.

આ નિયમ તમામ વિદેશી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પર પણ લાગુ પડશે. બીસીસીઆઈની હાલની એસઓપી મુજબ યુએઈ પહોંચ્યા પછી પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના ટેસ્ટ કરવામાં આવશે. ટુર્નામેન્ટ દર પાંચમા દિવસે તપાસ કરવામાં આવશે. ત્રણ વાર નેગેટિવ આવ્યા બાદ જ ટીમના સભ્યોને કોરોન્ટાઈનમાં એકબીજાને મળવાની છૂટ મળી શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube