પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં સેનાએ દેશનાવડા પ્રધાન અને રાષ્ટ્રપતિ વિરુદ્ધ બળવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજધાની બામાકોમાં મંગળવારે સાંજે અને રાતે બળવાખોર સૈનિકોએ મોટા પાયે ફાયરિંગ કર્યું હતું અને રાષ્ટ્રપતિ નિવાસ અને પ્રધાનમંત્રી ભવનને ઘેરી લીધું હતું. દેશના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બાઉબકર કીતા અને વડા પ્રધાન બાઉબો સીઝને બંધક બનાવ્યા હતા.

રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બાઉબકર કીતા અને વડા પ્રધાન બાઉબો સીઝને બંધક બનાવ્યા

રાષ્ટ્રપતિ નિવાસ અને પ્રધાનમંત્રી ભવનને ઘેરી લીધું

આ સમયે સમગ્ર દેશમાં હાલાકીની પરિસ્થિતિ છે. માલીમાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બાઉબકર કીતાની વિરુદ્ધ લાંબા સમયથી પ્રદર્શન થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વિરોધીઓ રાષ્ટ્રપતિને પદ છોડવાની માંગ કરી રહ્યા છે. પરંતુ હવે સ્થિતિ અત્યંત હિંસક બની ગઈ છે.

વિરોધીઓ એ માલીના ન્યાય પ્રધાનના ઘરને આગ ચાંપી દીધી

જોત જોતામાં સમગ્ર શહેરમાં સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ રસ્તા પર નીકળી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ સમય દરમિયાન સરકાર વિરુદ્ધ પ્રદર્શનકરતા વિરોધીઓ એ માલીના ન્યાય પ્રધાનના ઘરને આગ ચાંપી દીધી હતી. જો કે, આ દરમિયાન, વડા પ્રધાને સૈનિકોને હથિયાર રાખવા અને દેશના દૃશ્યમાન સર્વોચ્ચતા રાખવા અપીલ કરી હતી, પરંતુ પ્રદર્શનકારીઓએ તેમની વાત સાંભળી નહીં.

પ્રધાનમંત્રીએ કહ્યું કે એવી કોઈ સમસ્યા નથી, જે વાતચીત દ્વારા હલ ન કરી શકાય. ત્યારે આ પહેલાજ દિવસની શરૂઆતમાં સશસ્ત્ર સૈનિકો સરકારી કચેરીઓમાં પ્રવેશ કર્યો અને ત્યાં પોતાના તાબા હેઠળ કબજો કરવાનું શરૂ કર્યુ હતું.

માલીમાં સેનાએ કરેલા વિદ્રોહ બાદ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ બાઉબકર કીતાએ રાજીનામું આપ્યુ છે. મળતી માહિતી પ્રમાણે સૈનિકોએ રાષ્ટ્રપતિને બંદૂકની અણીએ અટકાયતમાં લીધા હતા. જે બાદ તેમને રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવ્યુ. માલીમાં મંગળવારે તખ્તાપલટના અણસાર વધી ગયા હતા. સૈનિકોએ કેટલાક વરિષ્ઠ નેતા  અને અધિકારીઓને બંધક બનાવ્યા હતા. જે બાદ રાષ્ટ્રપતિ ભવનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.

સૈનિકોએ કેટલાક વરિષ્ઠ નેતા  અને અધિકારીઓને બંધક બનાવ્યા

સૈન્ય વિદ્રોહના અહેવાલ બાદ સરકાર વિરોધી લોકોએ સડક પર ઉતરી આગજની કરી હતી. જોકે, વિદ્રોહ કરનાર સૈનિકોની સંખ્યા કેટલી છે તે અંગે કોઈ જાણકારી મળી નથી. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા 2012માં કટ્ટી બેઝ પર વિદ્રોહના કારણે સત્તા પલટી હતી. જે દરમ્યાન તત્કાલીન રાષ્ટ્રપતિ અમાદૌ તૌમાનીને પદ પરથી રાજીનામું આપવું પડ્યુ હતુ.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube