ચંદીગઢઃ પંજાબી સિંગર અને એક્ટ્રેસ શહનાઝ ગિલ હાલ પોતાના ટ્રાન્સફોર્મેશનના કારણે ચર્ચામાં છે. શહનાઝે માત્ર 6 મહિનાથી ઓછા સમયમાં 12 કિલો વજન ઘટાડ્યું છે. તેના ઈન્સ્ટાગ્રામ પર આ અંગે તસીવોર બોલતો પુરાવો છે કે, શહનાઝે બિગ બોસ-13 બાદ પોતાના લુક્સ પર ઘણું ધ્યાન આપ્યું છે.
એક અંગ્રેજી અખબાર સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન શહનાઝે પોતાની ફેટ ટૂ ફિટ જર્ની વિશે વાત કરી હતી. શહનાઝે કહ્યું કે,‘લૉકડાઉન ચાલી રહ્યું હતું, મોટાપાયે કામ બંધ હતું. તેથી મે વજન ઘટાડવા પર ફોક્સ કરવાનું વિચાર્યું. અમુક લોકો બિગ બોસ-13માં હતી.
ત્યારે મારા વજન અંગે મજાક ઉડાડતા હતા. તેથી મે વિચાર્યું કે- લોકોને એ દેખાડી દઉં કે હું પણ વજન ઓછું કરી શકું છું. જો તમે ઈચ્છો તો આ કંઈ મુશ્કેલ કામ નથી.’ શહનાઝે પોતાનું ડાયટ રુટીન પણ શેર કર્યું. તેણે જણાવ્યું કે, તેણે આઈસક્રીમ, ચોકલેટ્સ અને નોનવેજ ફૂડ ઓછું કરી દીધું. તે દિવસમાં માત્ર 1-2 વસ્તુઓ જ ખાતી હતી.
આ સાથે જ તેણે પોતાના ભોજન પણ ઘટાડી દીધું. શહનાઝે કહ્યું કે,‘જ્યારે માર્ચમાં લોકડાઉન શરૂ થયું તો હું 67 કિલોની હતી, હવે 55 કિલોની છું. મે 6 મહિનાથી ઓછા સમયમાં 12 કિલો વજન ઘટાડ્યું.
આ પણ એક્સરસાઈઝ વગર. મે માત્ર મારા ભોજન પર કંટ્રોલ કરી આ કરી દેખાડ્યું.’ ઉલ્લેખનીય છે કે, શહનાઝ બિગ બોસ-13માં ભાગ લઈ ચૂકી છે અને શોમાં તેણે પોતાની ક્યૂટનેસથી લોકોના દિલ જીતી લીધા હતા. તેના ફની અંદાજ અને સિદ્ધાર્થ શુકલા સાથેની નિકટતા ઉપરાંત તેમની મસ્તી ફેન્સને ઘણી ગમતી હતી.
શહનાઝ અને શોના વિજેતા સિદ્ધાર્થ શુક્લાની જોડીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. બંનેની બોન્ડિંગ અને ઓનસ્ક્રિન કેમિસ્ટ્રી લોકોને ઘણી ગમી હતી. સોશિયલ મીડિયા પર આ જોડી સિડનાઝ તરીકે ટ્રેન્ડ થયું હતું.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.