ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રામ મંદિર માટે મિઠાઇ ન ખાવાની ટેક લીધી હતી, જે આજે તોડી

ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા જણાવ્યું હતું કે, આજે 5 ઓગષ્ટ, 2020ના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય મંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કર કમલો દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપા આ પાવનકારી પ્રસંગને આવકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવતજી અને ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી ને અભિનંદન પાઠવે છે.

કરોડો દેશવાસીઓની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન નિર્મિત થનારા આ ભવ્ય મંદિરના ભૂમિપૂજન પ્રસંગનો ઉત્સાહ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે ગુજરાત ભાજપાના ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય “ કમલમ”ને રંગબેરંગી લાઇટિંગ, ફૂલહાર અને ભગવાન રામ તથા રામ મંદિરની પ્રતિકૃતિ રૂપ આકર્ષક રંગોળીથી સુશોભિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ’આજની ઘડી રળિયામણી’ ના ભાવ સાથે ભજન – કિર્તન સુરાવલીઓ અને વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રીન પર ભગવાન રામના મંદિરના ભૂમિ પૂજન અને શિલાન્યાસ સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે સત્ય, ન્યાય, કર્તવ્ય, કલ્યાણ રાજ્યના સ્થાપક ભગવાન રામ પુનઃ નિર્માણ શિલાન્યાસનો આ અભૂતપૂર્વ પ્રસંગ કરોડો દેશવાસીઓના સંકલ્પને મળેલ સાકાર સ્વરૂપ છે. ભગવાન રામ રાષ્ટ્રની શક્તિ છે, પ્રકૃતિ છે અને જન-જનની સંસ્કૃતિ છે. પૂજ્ય સંતો, કારસેવકો અને જનતાના સંકલ્પ – સંઘર્ષ-સમર્પણથી સમગ્ર દેશવાસીઓની આકાંક્ષા પૂર્ણ થઈ રહી છે. નામ વિના વાણી, રામ નામ વિના કથા, રામ નામ વિના શબ્દો, સો શબ્દાશ્ચ અકારથા, આમ રામ નામની અનિવાર્યતાની પરિપૂર્તતા આ ભવ્ય રામમંદિર નિર્માણમાં થવા જઈ રહી છે ત્યારે “રામ મંદિર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” નો આ પ્રસંગ આપણા સૌ માટે “ન ભૂતો ન ભવિષ્યતિ” બની રહેશે.

ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, અનેક વર્ષોના સંઘર્ષ અને અસંખ્ય હુતાત્માંઓનાં બલિદાન, રામ ભક્તોના અથાગ પરિશ્રમ અને સાધના તથા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ ભવ્ય રામ મંદિરના નિર્માણનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે ત્યારે, આ ઐતિહાસિક ક્ષણને વધાવવા ભાજપા પ્રદેશ કાર્યાલય “ કમલમ્‌” ખાતે સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષો ગોરધન ઝડફીયા, આઇ. કે. જાડેજા, સાંસદો કિરીટ સોલંકી, એચ. એસ. પટેલ, પ્રદેશ પદાધિકારીઓ, પ્રદેશ અગ્રણીઓ સહિત ધારાસભ્યો સહિત શુભેચ્છકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રામ મંદિર નિર્માણ સંદર્ભે લીધેલી ટેકને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ તેમનું મોં મીઠું કરાવી ને પૂર્ણ કરાવી હતી.

ભરત પંડ્યાએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભવ્ય ભારતીય સંસ્કૃતિ અને લોક કેન્દ્રિત શાસનપ્રણાલીના પ્રતીકસમાં ભગવાન રામના નિર્માણ થવા જઇ રહેલા આ ભવ્ય રામ મંદિરના શિલાન્યાસ ની ક્ષણોને વધાવવા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમને 1100 દીવાઓ પ્રજવલ્લિત કરીને દિવાળી સમાન દૈદીપ્યમાન કરવાનું આયોજન કરેલ છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતભરમાં અનેરા આનંદ ઉલ્લાસ સાથે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube