ભૂલ્યા વગર વિશ્વકર્મા પૂજાના દિવસે રાશિ પ્રમાણે કરો આ ઉપાયો, થશે ધનલાભ, જાણો ક્યારે છે વિશ્વકર્મા જ્યંતી

વિશ્વકર્મા પૂજાના દિવસે રાશિ પ્રમાણે કરો આ ઉપાય મળશે અઢળક લાભ

16 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા પૂજા છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે વિશ્વકર્માનો જન્મ થયો હતો. કેહવાય છે કે આ દિવસે રાશી પ્રમાણે વિશ્વકર્માજીની પૂજા કરવાથી જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કારોબારમાં વૃદ્ધિ થાય છે. ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિની ઇચ્છા રાખનારાઓ માટે ભગવાન વિશ્વકર્માની પૂજા કરવr ખૂબ જરૂરી અને ફળદાયી છે. વિશ્વકર્મા પૂજા તેવા લોકો માટે મહત્ત્વની છે જેઓ કલાકાર, શિલ્પકાર અને વેપારી છે. આ રીતે કરો રાશિ પ્રમાણે ભગવાન વિશ્વકર્માની પૂજા.

મેષઃ મેષ રાશિના જાતકોએ વિશ્વકર્માની પૂજાના દિવસને ઓર વધારે શુભ બનાવવા માટે કેસરી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ તેનાથી તેમને લાભ થશે.

વૃષભઃ વૃષભ રાશિના જાતકે વિશ્વકર્મા પૂજાના દિવસે પૂજા કરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન વિશ્વકર્માના જપ તેમજ પાઠ બાદ શ્રી કુબેરજીની અગિયાર માળાનો જપ અવશ્ય કરવો જોઈએ.

મિથુનઃ મિથુન રાશિના લોકોએ વિશ્વકર્મા પૂજાના દિવસે કળશની સ્થાપના માટે જે રંગોળી બનાવી હોય તેમાં લીલા રંગનો ઉપયોગ સૌથી વધારે કરવો જોઈએ. ભગવાન ગણપતિના શતનામના પાઠ બાદ વિશ્વકર્મા પૂજા કરાવવી.

કર્ક- કર્ક રાશિના જાતકો માટે આ દિવસ કલ્યાણકારી સાબિત થશે. ભગવાન શિવનો આશિર્વાદ વિશ્વકર્મા પૂજનમાં પ્રાપ્ત કરવા માટે ગરીબોમાં સફેદ અનાજનું વિતરણ કરવું જોઈએ.

સિંહઃ સિંહ રાશિના જાતકોએ વિશ્વકર્મા પૂજાના દિવસે સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યને જળ ચોક્કસ ચડાવવું જોઈએ. તે જળમાં તમારે કુમકુમ, લાલ ફૂલ તેમજ ગોળ નાખવાનું ન ભૂલવું.

કન્યાઃ કન્યા રાશિના જાતકોએ વિશ્વકર્મા પૂજાના કળશના પાણીમાં કુમકુમ, લાલ ફૂલ, તેમજ ગોળ નાખવાનું ન ભૂલવું.

તુલાઃ તુલા રાશિના જાતકોએ ભગવાન વિશ્વકર્માના 108 નામનું સ્મરણ આ દિવસે કરવું જોઈએ. તેમજ તે દિવસે તમારે ભૂરા વસ્ત્રો પહેરવા જોઈએ.

વૃશ્ચિક રાશિઃ વિશ્વકર્મા પૂજાના સમયે કળશ સ્થાપના લાલ રંગની રંગોળી પર કરો અને મસૂરની આખી દાળ ગાયને ખવડાવો.

ધનઃ ધન રાશિના જાતકોએ ભગવાન વિશ્વકર્માની પૂજાનો ખાસ લાભ મેળવવા માટે શ્રીગણેશ, મહાદેવ તેમજ ગૌરી ને વસ્ત્ર અર્પિત કરવા જોઈએ.

મકરઃ મકર રાશિના જાતકોએ વિશ્વકર્મા જયંતિ પર વિધિવત વિશ્વકર્મા પૂજા કરવી જોઈ. સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે પવિત્ર ગાયત્રી મંત્રના બધા જ ઉપકરણની શુદ્ધિ થઈ જાય.

કુંભઃ કુંભ રાશિના જાતકોએ પારિજાતના ફૂલો ભગવાન વિશ્વકર્માને ચોક્કસ અર્પિત કરવા જોઈએ. આ પ્રયોગથી બધી જ નકારાત્મક શક્તિઓ સમાપ્ત થઈ જશે.

મીનઃ મીન રાશિના જાતકોએ વિશ્વકર્મા પૂજાના દિવસે તેમની પૂજા સાધના તેમજ આરાધના કરીને ભગવાન વિશ્વકર્માની સાથે સાથે શ્રી નારાયણના આશિર્વાદ પણ ગ્રહણ કરવા જોઈએ.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube