વાસ્તુશાસ્ત્રમાં ઘણી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં નોકરી, બિઝનેસ ઉપરાંત પૂજા-પાઠની વસ્તુઓ વિશે જાણકારી આપવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા પાઠને લગતા એવા નિયમ જણાવવામાં આવ્યાં છે જેનું પાલન કરવુ શુભ ફળદાયી હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા-પાઠ સાથે જોડાયેલી અનેક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે.
શિવલિંગ અથવા શાલિગ્રામ.
શાસ્ત્રોમાં શાલિગ્રામને ભગવાન વિષ્ણુનુ અને શિવલિંગને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેથી તેમને ક્યારેય ભૂલથી પણ જમીન પર ના રાખવા જોઇએ. મંદિરની સાફ-સફાઇ દરમિયાન લોકોથી આ ભૂલ થવાની આશંકા રહે છે. તેવામાં સફાઇ કરતી વખતે તેમને કોઇ કપડામાં મુકીને સ્વચ્છ સ્થાન પર રાખવા જોઇએ.
શંખ, ધૂપ. દીપ અને ફુલ.
ભગવત ગીતા અનુસાર, શંખ, દીપ, ધૂપ, યંત્ર, પુષ્પ, તુલસીદળ, કપૂર, ચંદન, જપમાળા વગેરે જેવી પૂજાપાઠની વસ્તુઓને જમીન પર ન રાખવા જોઇએ. કહેવામાં આવે છે કે આ તમામ વસ્તુઓનો પ્રયોગ પૂજામાં કરવામાં આવે છે. તેથી તેમને ક્યારેય જમીન પર સીધા ન મુકવા જોઇએ.
રત્ન.
શાસ્ત્રો અનુસાર, મોતી, હીરા અને સોના જેવા બહુમૂલ્ય રત્નને ક્યારેય સીધા જમીન પર ન મુકવા જોઇએ. કહેવાય છે કે ધાતુનો સંબંધ કોઇને કોઇ ગ્રહ સાથે હોય છે. તેવામાં તેને સીધા જ જમીન પર મુકવા અશુભ માનવામાં આવે છે. જો તમારી પાસે તેને લગતુ કોઇપણ ઘરેણુ હોય તો તેને સીધુ જમીન પર ન મુકવુ જોઇએ.
છીપ.
કહેવામાં આવે છે કે છીપની ઉત્પત્તિ સમુદ્રમાં થવાના કારણે તેને સંબંધ લક્ષ્મીજી સાથે માનવામાં આવે છે. આ કારણે સીધા જમીન પર મુકવા ન જોઇએ. મા લક્ષ્મીની પૂજામાં છીપ અને કોડીનું વિશેષ મહત્વ છે. તેથી તેમને જમીન પર ન મુકવા જોઇએ.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ