ભારત સાથે ચાલી રહેલા સરહદ તણાવની વચ્ચે ચીને નેપાળમાં 30 કરોડ ડૉલરની રેલ પરિયોજના પર કામ શરૂ કર્યું છે. રણનીતિ તરીકે મહત્વની આ રેલવે લાઇન લ્હાસાથી કાઠમાંડૂ સુધી જશે અને પછી ભારત-નેપાળ સરહદની નજીક લુમ્બિનીથી પણ આને જોડવામાં આવશે. ચીનનાં મીડિયાએ રેલવે પ્રોજેક્ટનાં સર્વેની તસવીરો જાહેર કરી છે. તસવીરોમાં એક ટીમ કૉરિડોર સાઇટનું નિરીક્ષણ કરતી જોવા મળી રહી છે. આવા સમયે જ્યારે નેપાળ અને ભારતની વચ્ચે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. ચીન પોતાની યોજનાઓ દ્વારા નેપાળમાં પોતાની પકડ મજબૂત કરવા ઇચ્છે છે.
ચીન-નેપાળની વચ્ચે રેલવે લાઇનની યોજના 2008માં બની હતી
રેલવે કૉરિડોર દ્વારા લ્હાસાથી શિગાસ્તેને જોડવામાં આવશે
ઘટનાક્રમ પર નજર રાખી રહેલા ભારતીય સૂત્રોએ જણાવ્યું કે, અત્યારે યોજનાનું નિર્માણ કાર્ય શરૂ નથી થયું, પરંતુ સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. ચીને 2008માં આ પરિયોજનાનો પાયો નાંખ્યો હતો અને એ નક્કી થયું હતુ કે રેલવે કૉરિડોર દ્વારા લ્હાસાથી શિગાસ્તેને જોડવામાં આવશે અને પછી આનો વિસ્તાર વધારીને નેપાળ સરહદની નજીક કેરૂંગ સુધી કરવામાં આવશે. અંતિમ તબક્કામાં આ રેલવે લાઇનને કાઠમાંડૂ અને બુદ્ધનાં જન્મસ્થળ લુંબિની સુધી લાવવામાં આવશે.
સુરંગ અને પુલ બનાવામાં આવશે
જો કે આ મોટી યોજનાની અંદાજિત રકમને લઇને ચિંતાઓ વધતી જઇ રહી છે, કેમકે અત્યારે આની કિંમત 30 કરોડ ડૉલરથી વધારે પહોંચી ચુકી છે. આ યોજનામાં સુરંગ અને પુલ બનાવામાં આવશે, જેનાં કારણે આ ઘણું જટિલ કામ છે. સૂત્રોનું કહેવું છે કે ચીન ઇચ્છતુ હતુ કે નેપાળ આ યોજનાની અડધી રકમ ઉઠાવે, પરંતુ આનાથી પ્રોજેક્ટમાં મોડું થતુ ગયું. અનેક લોકોનું માનવું છે કે રેલવે લાઇનથી પહેલા ચીન નેપાળમાં બીજી રોડ યોજનાને પૂર્ણ કરશે, કેમકે તે તેના માટે વધારે સસ્તુ અને સરળ હશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.