ભારતને રાફેલ લડાકુ વિમાન મળતાં જ પાકિસ્તાન ગિન્નાયું છે. અંબાલા એરફોર્સ સ્ટેશન પર રાફેલ જેટ્સના લેન્ડ થયાના 24 કલાકની અંદર જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દુનિયાભરને અપીલ કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત મોટાપાયા પર સૈન્ય ક્ષમતા પ્રાપ્ત કરી રહ્યું છે અને તેનાથી ‘દક્ષિણ એશિયામાં આર્મર્સ રેસ શરૂ થઇ શકે છે.’ પાકિસ્તાન વિદેશ મંત્રાલયના અધિકારી એ.ફારૂકી એ કહ્યું કે ભારતે રાફેલ જેટ્સ ખરીદ્યા છે જે ન્યૂક્લિઅર વેપન્સ પણ લઇ જઇ શકે છે. ભારત પોતાની જરૂરિયાત કરતાં વધુ હથિયાર એકત્ર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ગ્લોબલ કોમ્યુનિટીએ ભારતના આ આર્મ્સ બિલ્ડ-અપ પર હસ્તક્ષેપ કરવો જોઇએ.
ભારતમાં રાફેલ, પાકિસ્તાનમાં બેચેની
LoCની નજીક ગોળીબાર અને ટકરાવની વચ્ચે ભારત પહોંચેલા રાફેલે પાકિસ્તાન માટે બેચેની પેદા કરી દીધી છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયની સામે પહેલાં પણ ભારતની તરફથી હથિયારોના સંયોજન પર રોતું આવ્યું છે. તેનું કહેવું છેકે આ દક્ષિણ એશિયામાં રણનીતિક સ્થિરતાને ખરાબ રીતે પ્રભાવિત કરી રહ્યું છે.
રાફેલ પર કેમ હાયતોબા મચાવી રહ્યું છે પાકિસ્તાન?
રાફેલ લડાકુ વિમાન ચીન અને પાકિસ્તાનના બેવડા મોરચા પર સીધી લડાઇમાં નિર્ણાયક સાબિત તો થઇ શકે છે સાથો સાથ તે બિન પરંપરાગત રીતે પણ છુપાઇને યુદ્ધ કરી રહેલા દુશ્મનના ઘરમાં ઘૂસીને તેને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. પાંચ રાફેલનો પહેલો જથ્થો 29 જુલાઇના રોજ હરિયાણાના અંબાલા એરબેઝ પર પહોંચી ચૂકયો છે. આ ભારત માટે સૌથી અગત્યનું મનાય છે. ભારતમાં આ પ્રવાહ બાદ પાકિસ્તાને હાયતોબા મચાવાનું શરૂ કરી દીધું છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.