કેન્દ્ર સરકારે 41,000 કરોડ રૂપિયાની ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન યોજના(PLI)ની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશન કંપનિઓએ ઈચ્છા વ્યક્ત કરી છે. આ કંપનિઓએ દેશમાં પાંચ વર્ષમાં રૂ.41 હજાર કરોડના મોબાઈલ ફોનનું ઉત્પાદનનો પ્રવાસ્ત મુક્યો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શનિવારે આ જાણકારી આપી હતી.

રવિશંકર પ્રસાદે કહ્યું કે આ દેશમાં અંદાજીત 12 લાખ રોજગારી મળશે. તેમાં 3 લાખ પ્રત્યક્ષ અને 9 લાખ અપ્રત્યક્ષ રોજગારીનો અવસર હશે. જેમાં રૂ.11 લાખ કરોડના મોબાઈલનું ઉત્પાદન કરાશે. અંદાજીત 7 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ ફોન બનાવવાનો પ્રસ્તાવ મુક્યો છે. હું આવેદન કરનારી કંપનિઓનો આભાર વ્યક્ત કરૂ છું.
વિદેશી કંપનિઓ પણ સામેલ

તેણે કહ્યું કે PLI મુજબ કુલ 22 કંપનિઓએ આવેદન કર્યું છે. જેમાં તાઈવાન, દક્ષિણ કોરિયા, જર્મની અને ઓસ્ટ્રિયાની કંપનીઓ સામેલ છે. આ યોજના અંતર્ગત પ્રસ્તાવ કરનારી કંપનીમાં સેમસંગ, ફોક્સકોન હોન હેઈ, રાઈઝિંગ સ્ટાર, વિસ્ટ્રોન અને પેગાટ્રોન સામેલ છે. જણાવી દઈએ કે ફોક્સકોન હોન હેઈ, વિસ્ટ્રોન, પેગાટ્રોન દ્વારા એપલ આઈફોનનું ઉત્પાદન કરે છે.

PLI યોજનાનો લાભ લેવા માટે આ વિદેશ કંપનિઓ માટે રૂ.15,000 અથવા તો તેનાથી વધારે કિંમતના મોબાઈલનું ઉત્પાદન કરવાની શરત રાખવામાં આવી છે. ભારતીય મોબાઈલ ફોનનું ઉત્પાદન કંપનીઓ માટે કોઈ શરત નથી.

એપલની 37 ટકા ભાગીદારી

મોબાઈલ ફોનના વેશ્વિક વેચાણમાં એપલની 37 ટકા અને સેમસંગની 22 ટકા ભાગીદારી છે. PLI યોજના દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન મોટા પ્રમાણમાં વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આવેદન સ્વીકાર્યા બાદ આ કંપનિઓ ભારતમાં હજારો કરોડનું રોકાણ કરશે.

રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે લાવા, ડિક્સન, ટેક્નોલોજીસ, ભગવતી(માઈક્રોમેક્સ), પૈજેટ ઈલેક્ટ્રોનિક્સ, સોજો મેન્યુફેક્ટરિંગ સર્વિસીઝ અને ઓપ્ટિમસ ઈલેક્ટ્રોનિક્સ જેવી ભારતીય કંપનીઓ પણ PLI મુજબ પ્રસ્તાવ કર્યો છે.

ચાઈનીઝ કંપનીઓ પર પ્રતિબંધ

આ યોજના અંતર્ગત કોઈપણ ચીની કંપનીને પ્રસ્તાવ નથી કર્યો. રવિશંકર પ્રસાદે સ્પષ્ટ કર્યું છે કે ભારત કોઈપણ દેશની કંપનીઓના રોકાણનો વિરોધ નથી કરતું. પરંતું કંપનીઓની પરવાનગી મેળવવા માટે સુરક્ષા નિયમોનું પાલન કરવું  પડશે. સરકારને તેનાથી એક લાખ કરોડ રૂપિયાના રોકાણની આશા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube