ભારત બાદ હવે અમેરિકાએ ચીનને આપ્યો ઝટકો

અમેરિકી સેનેટે સરકારી ઉપકરણો પર ટિકટોકના ઉપયોગ પર રોક લગાવી દીધી. સેનેટે સરકારી ઉપકરણોમાં ટિકટોકના ઉપયોગ પર રોક લગાવવા માટે મતદાન કર્યું હતું.

વ્હાઈટહાઉસે કહ્યું કે સુરક્ષાને જોતા ટિકટોક મોટું જોખમ છે આથી આવું પગલું લેવું જરૂરી છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને અમેરિકી કંપનીઓને ચાઈનીઝ એપ ટિકટોક અને વીચેટના માલિકોની સાથે કોઈ પણ પ્રકારની ‘લેવડદેવડ’ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ માટે 45 દિવસનો સમય અપાયો છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ ચીની એપ ટિકટોક અને વીચેટને 45 દિવસની અંદર બેન કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ અગાઉ સેનેટે એકમતથી અમેરિકી કર્મચારીઓના ટિકટોક નહીં વાપરવાના આદેશ પર પોતાની મંજૂરી આપી હતી. પ્રતિબંધના આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે આ પ્રતિબંધ જરૂરી છે કારણ કે અવિશ્વાસુ એપ જેવી ટિકટોકથી ડેટા ભેગો થવોએ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ડેટા કલેક્શનથી ચીની કમ્યુનિસ્ટ પાર્ટીને અમેરિકી લોકોની અંગત અને સ્વામિત્વ સંબંધિત જાણકારી પહોંચી જાય છે. જેનાથી ચીનને અમેરિકાના ફેડરેલ કર્મચારીઓ અને ઠેકેદારોના સ્થાનોને ટ્રેક કરવાની મંજૂરી મળી જાય છે. એટલું જ નહીં કમ્યુનિસ્ટ પાર્ટી અંગત સૂચનાઓને બ્લેકમેઈલ કરવા માટે ડોઝિટર બનાવી શકે છે અને કોર્પોરેટ જાસૂસી પણ કરી શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube