રાજ્યભરમાં શનિવારથી અવિરત વરસાદ છે. રાજ્યમાં અત્યાર સુધી 120 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ ઝોમાં સૌથી વધુ 251.66 ટકા વરસાદ થયો છે. આ અંગે રાજ્યના રાહત કમિશનરે કહ્યું હતું કે રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપુર્ણ નિયંત્રણમાં હેઠળ છે. વરસદાથી સંભવિત જોખમને ધ્યાનમાં રાખી રાજ્યમાં NDRFની 13 અને SDRFની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે અને અન્ય 11 ટીમો સ્ટેન્ડ બાય છે.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજ્યના 154 જળાશયો હાઈ એલર્ટ પર છે, જ્યારે 12 જળાશયો એલર્ટ પર અને 12 જળાશયોને વોર્નિંગ આપવામાં આવી છે. સતત વરસાદના કારણે અત્યાર સુધીમાં રાજ્યની 62 નદીઓ અને 78 મોટા તળાવ ઓવરફ્લો થયા છે.

સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાં વરસાદને પગલે સ્થિતિ કથળી છે. અનેક ગામો એવા છે જે સંપર્ક વિહોણા થયા હતા. બોટાદ જિલ્લામાં મૂશળધાર વરસાદે તારાજી સર્જી હતી. અહીં અનેક ગામના ખેતરો બેટમાં ફેરવાઇ જતાં પાકને ભારે નુકસાન થયું છે, બોટાદનો ઈટરીયા, લીંબાળી, સોમલપર સહિતના ડેમ ઓવરફ્લો થતાં બોટાદ જિલ્લાની નદીઓ ગાંડીતૂર થઈ છે અને નદીઓના નીર ગામડામાં ઘુસી જતાં ગ્રામ્યજનોનું જનજીવન પ્રભાવિત થયું છે. આ જ રીતે ઉપલેટાની ઉબેણ નદી ગાંડીતૂર બની છે. નદીના પાણી ખેતરો ભરાઈ જતાં મગફળી, કપાસ, તલ, એરંડા સહિતના પાકોને ભારે નુકસાન થયું છે.

ગીર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે 20થી વધુ ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે. ગીર-સોમનાથની હિરણ, સરસ્વતી અને કપિલા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સોમનાથ કોડીનાર હાઈ-વે પર પણ પાણી ભરાઈ જતા તે બંધ થઈ ગયો હતો.

અનરાધાર વરસાદના પગલે સાબરકાંઠાનો વધુ એક ડેમ થયો ઓવરફ્લો થયો છે. સાબરકાંઠાનો હાથમતી ડેમ ઓવરફલો થયો છે. જ્યારે તાપીના ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે. પાણીની આવકથી ડેમના 7 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા.

આ સાથે જ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા નદી પણ બે કાંઠે થઈ છે. અહીંનું 200 વર્ષ જુનું મહાદેવનું મંદિર તૂટી પડ્યું છે. ભરુચ શહેરના નિચાણવાળા વિસ્તારો અને બજારમાં પણ પાણી ભરાયા હતા.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube