બેસન પાપડી – સવારે કે સાંજના ચા સાથેના નાસ્તામાં કે ગમે ત્યારે જ્યારે પણ નાસ્તો કરવાનું મન થાય ત્યારે નમકીન બેસન પાપડી નાસ્તામાં ખૂબજ સરસ લાગે છે.

બેસનમાંથી બનાવવામાં આવતી બેસન પાપડી ખૂબજ કુરકુરી અને સેવરી હોય છે. સવારે કે સાંજના ચા સાથેના નાસ્તામાં કે ગમે ત્યારે જ્યારે પણ નાસ્તો કરવાનું મન થાય ત્યારે નમકીન બેસન પાપડી નાસ્તામાં ખૂબજ સરસ લાગે છે. દિવાળી, હોળી કે સાતમ – જન્માષ્ટમીના તહેવારમાં મીઠાઇ સાથે લાજવાબ નમકીન બેસન પાપડી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. ઘરે આવતા મહેમાનોને સ્વીટ સાથે પણ સર્વ કરી શકાય છે.

ટ્રાવેલિંગમાં પણ નાસ્તા માટે સાથે લઈ જઈ શકાય છે. બાળકોને નાસ્તા બોક્ષમાં આપવા માટેનું નાસ્તા માટેનું બેસ્ટ ઓપ્શન છે. ઘરના નાનામોટા દરેક લોકો માટે નમકીન બેસન પાપડી એ એક ગ્લુટન ફ્રી આદર્શ નાસ્તો છે. આ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો ઘરે બનાવવો બહુજ સરળ છે, તો તમે પણ ચોક્કસ્થી ઘરે બનાવો. અહીં હું આપ સૌ માટે નમકીન બેસન પાપડી બનાવવા માટેની રેસિપિ આપી રહી છું. જરુરથી ટ્રાય કરજો.

બેસન પાપડી બનાવવા માટેની સામગ્રી:

 • 2 કપ બેસન
 • ¾ ટી સ્પુન સોલ્ટ – સ્વાદ મુજબ
 • ½ ટી સ્પુન મરી પવડર
 • પિંચ ચીલી ફ્લેક્ષ
 • ½ ટી સ્પુન ક્ર્શ કરેલા અજમા
 • પિંચ હળદર પાવડર
 • ½ ટી સ્પુન સંચળ પાવડર
 • ½ ટી સ્પુન અધકચરું ખાંડેલું જીરુ
 • 1 ટી સ્પુન ઓઇલ મોણ માટે + 1 ટી સ્પુન ઓઇલ ડો પર મૂકી મસળવા માટે, + ½ ટી સ્પુન ઓઇલ પાપડીનો ડો ગ્રીસ કરવા માટે
 • 1 ટી સ્પુન બેસન – રોલીંગ બોર્ડ પર સ્પ્રીંકલ કરવા માટે
 • ઓઇલ – પાપડી ડીપ ફ્રાય કરવા માટે
 • રેડ ચીલી પાવડર ગાર્નીસ કરવા માટે – જરુર મુજબ

બેસન પાપડી બનાવવા માટેની રીત:

એક મિક્ષિંગ બાઉલ લઈ તેમાં ચાળણી મૂકો. તેમાં 2 ટેબલ સ્પુન બેસન મૂકી ચાળી લ્યો. હંમેશા ચાળીને લોટ બંધવાથી વાનગીનું રીઝલ્ટ સારું આવે છે.

બેસન ચાળી લીધા પછી તેમાં ¾ ટી સ્પુન સોલ્ટ – સ્વાદ મુજબ, ½ ટી સ્પુન મરી પવડર, પિંચ ચીલી ફ્લેક્ષ, ½ ટી સ્પુન ક્ર્શ કરેલા અજમા, પિંચ હળદર પાવડર, ½ ટી સ્પુન સંચળ પાવડર, ½ ટી સ્પુન અધકચરું ખાંડેલું જીરુ ઉમેરો. સાથે તેમાં 1 ટી સ્પુન મોણ માટે ઉમેરો.

હવે બેસનમાં બધા મસાલાની સામગ્રી અને ઓઇલ બરાબર મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ થોડું – થોડું પાણી ઉમેરતા જઈ થોડો ટાઈટ ડો બાંધી લ્યો. હવે તેના પરા 1 ટી સ્પુન ઓઇલ ઉમેરી ફરીથી સરસ માસળીને સ્મુધ ડો તૈયાર કરો.

ત્યારબાદ તેના પર ½ ટી સ્પુન ઓઇલ બધા ડો પર લાગી જાય એ રીતે લગાડીને ગ્રીસ કરી, કવર કરી લ્યો.

હવે એક બાઊલમાં મૂકીને ઢાંકી દ્યો. 10 મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ ફરી મસળી લ્યો.

હવે તેના પાતળી, મોટી રોટલી બને તેવા લુવા બનાવો. જેથી મોટી રોટલીમાંથી એક સાથે વધારે નાની પાપડી કટ કરી શકાય. ( એકદમ નાની પુરી બને તેવા લુવા બનાવીને પણ નાની પાપડી વણી શકાય).

હવે રોલિંગ બોર્ડ પર થોડું બેસન સ્પ્રીંકલ કરી એક લુવો મૂકી, ઉપર પણ થોડું બેસન સ્પ્રિંકલ કરી( જેથી લોટ સ્ટીક ના થાય અને એક સરખી રોટલી વણી શકાય), રોલીંગ પીન વડે મોટી પાતળી રોટલી વણી લ્યો.

હવે તમારી મનપસંદ નાની સાઈઝનું રીંગ કટર કે ઢાંકણ લઈ બેસન પાપડી કટ કરી લ્યો. તમે બનાવેલી રોટલીની સાઈઝ અને કટરની સાઈઝ મુજબ વધારે કે ઓછી સંખ્યામાં પાપડી કટ થઈ તૈયાર થશે.

આ પ્રમાણે બધા લુવામાંથી પાપડી તૈયાર કરી સાઈડ્માંથી નીકળેલા વધારાના લોટમાંથી પણ ફરી લુવા બનાવીને રોટલી બનાવી તેમાંથી પાપડી કટ કરી લેવી.

આ પ્રમાણે બનાવેલી બધી બેસન પાપડી ડીપ ફ્રાય કરવા માટે રેડી કરી લ્યો.

હવે નમકીન બેસન પાપડી ડીપ ફ્રાય કરવા માટે ફ્રાઈંગ પેનમાં ઓઇલ ગરમ મૂકો. ઓઇલ ફ્રાય કરવા જેવું થાય એટલે તેમાં સમાય તેટલી (2-3) બેસન પાપડી એકસાથે મૂકો. જારાથી જરા એજ બાજુ ફેરવતા રહેવું. એક બાજુ બરાબર ગોલ્ડન કલર થઈ બરાબર ક્રીસ્પી થઈ જાય એટલે બીજી બાજુ ફેરવી લ્યો.

હવે એ બાજુ પણ ગોલ્ડન અને ક્રીસ્પી થઈ જાય એટલે જારામાં લઈ જારો થોડો ત્રાંસો રાખી પેનમાં જ ઓઇલ નિતારી પ્લેટમાં ટ્રાંસફર કરો.

આ રીતે બધી નમકીન બેસન પાપડી ડીપ ફ્રાય કરી લ્યો.

હવે સર્વ કરવા માટે નમકીન બેસન પાપડી રેડી છે.

સર્વ કરતી વખતે તેના પર જરા રેડ ચીલી પાવડર સ્પ્રીંકલ કરો.

નમકીન બેસન પાપડી રુમ ટેમ્પરેચર પર આવે એટલે તેને સ્ટોર કરવા માટે પોલિથીન બેગમાં ભરી એર ટાઈટ કંન્ટેઇનરમાં મૂકી બરાબર પેક કરી 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકાય. તેમાં થી જરુર મુજબ કાઢીને ચા સાથે નાસ્તો કરવા માટે સર્વ કરો અથવા સ્વીટ સાથેના નાસ્તામાં સર્વ કરો.

આ નમકીન બેસન પાપડી બધાને ખૂબજ ટેસ્ટી લાગશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube