-છેલ્લા પગારના 50 ટકા ભથ્થા રૂપે મળશે

-છ માસ સુધી ભથ્થું મળશે, એ પહેલાં કામ શોધી લેવાનું

નવી દિલ્હી તા.13 ઑગષ્ટ 2020 ગુરૂવાર

કેન્દ્રના શ્રમ ખાતાએ બેકારોને રાહત આપવા એક યોજના અમલમાં મૂકવાનો વિચાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ વરસે કોરોનાના પગલે એપ્રિલમાં સંપૂર્ણ લૉકડાઉન હતો. એ દરમિયાન 12 કરોડથી વધુ લોકોએ રોજગારી ગુમાવી હતી. જો કે જૂનના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિ બદલાઇ હતી અને નવેક કરોડ લોકોને ફરી પોતાનો રોજગાર મળી ગયો હતો.

પરંતુ ત્યારપછી પણ ત્રણ સાડા ત્રણ કરોડ લોકો બેકાર હતા. એવા લોકોને છ માસ સુધી ભથ્થું આપવાની શ્રમ ખાતાની યોજના છે. ઇએસઆઇસીના દરેક કર્મચારીને એના છેલ્લા પગારના પચાસ ટકા જેટલું ભથ્થું છ માસ સુધી આપવાની યોજના છે, અન્યોને છેલ્લા પગારના પચીસ ટકા જેટલું ભથ્થું ત્રણ માસ માટે આપવાની યોજના છે. આવી યોજના ઘડવાનો વિચાર વડા પ્રધાન કાર્યાલય તરફથી આવ્યો હોવાનું શ્રમ ખાતાના પ્રવક્તાએ કહ્યું હતું.

અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં અપાતા બેકારી ભથ્થા જેવી પરંતુ મર્યાદિત કક્ષાની આ યોજના હશે. શ્રમ ખાતાએ તૈયાર કરેલી યોજના ગયા સપ્તાહે વડા પ્રધાન સમક્ષ રજૂ કરાઇ હતી. હવે એને ઇએસઆઇસીની મિટિંગમાં રજૂ કરવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ આ યોજનાનો અમલ શરૂ કરવાનું શ્રમ ખાતું વિચારી રહ્યું હતું.

એપ્રિલમાં કોરોનાના પગલે જાહેર કરાયેલા સંપૂર્ણ લૉકડાઉનના પગલે 12 કરોડ દસ લાખ લોકોએ રોજગારી ગુમાવી હતી એવી હકીકત સરકારે સ્વીકારી હતી અને બેકારોને રાહત આપવા માટે કોઇ નક્કર યોજના ઘડવાનું શ્રમ મંત્ર્યાલયને જણાવવામાં આવ્યું હતું. મે-જૂનમાં આમાંના નવ કરોડ લોકો ફરી કામધંધે લાગ્યા હતા.

પરંતુ ત્યારપછી પણ ત્રણ કરોડ જેટલા લોકો હજુય બેકાર હતા.  તેમને સહાય કરવાનો વિચાર વડા પ્રધાનના કાર્યાલય તરફથી શ્રમ મંત્ર્યાલયને મળ્યો હતો. તદનુસાર આ યોજના ઘડવામાં આવી હતી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube