જર્મનીમાં એક તરફ કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધતી જાય છે તો બીજી તરફ પ્રતિંબંધો હટાવવા માટે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે આગ્રહ કર્યો હતો કે કોવિડ-19નો અંત આવી રહ્યો છે. જો કે સત્તાવાળાઓએ સંક્રમિતોની વધતી જતી સંખ્યા અંતે ચિંતા વ્યક્ત કરી હતી.જુજ માસ્ક સાથે જંગી ભીડે ટાયરગાર્ટનમાંથી પસાર થઇ રેલી પહેલાં બ્રાન્ડેનબર્ગથી બર્લિનના મુખ્ય વિસ્તાર સુધી કુચ કરી હતી.

જર્મનીના વિવિધ શહેરોમાંથી આવેલા પ્રદર્શનકારીઓએ ઘરે જ બનાવેલા સૂત્રો લખેલા બેનર ઉપાડયા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે ‘કોરોના ખોટી ચેતવણી’,’અમને માસ્ક પહેરવાની ફરજ પાડવામાં આવી રહી છે’ અને વેક્સિનેશનને બદલે કુદરતી બચાવ.તેઓ સૂત્રો પોકારતા હતા કે ‘ અમે અહીં જ છીએ અને અમે બોલીએ છીએ કારણ કે અમારી વાણી સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી’.

આશરે 17000 લોકો દેખાવમાં જોડાયા હતા, એમ પોલીસે કહ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે પોલીસે  લાકડીનો પ્રયોગ કર્યો હતો તેમજ માસ્ક પહેરવા કહ્યું હતું. જો કે એ વખતે ત્યાં એક અન્ય જુથ પણ આવી પહોચ્યું હતું જે પ્રતિબંધની તરફેણમાં હતું. તેમના પૈકી કેટલાક કહેતા હતા કે ‘નાઝીઓ ભાગી જાય’.

અમેરિકા, બ્રાઝિલ અને બ્રિટનથી વિપરિત કોરોના મહામારીને નાથવા બદલ જર્મનીની સરકારની આશા વિશ્વે પ્રશંસા કરી હતી. જર્મનીની સરકારે એપ્રિલથી જ લોકડાઉનના નિયમો હળવા કર્યા હતા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સના નિયમો તો ચાલુ જ રાખ્યા હતા. તેમજ જાહેરમાં લોકોને માસ્ક પહેરવા ફરજીયાત બનાવ્યું હતું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube