તસવીર ગત વર્ષે બેઈજિંગમાં એક પરેડમાં સામેલ થયેલા ચીની સૈનિકોની છે. અમેરિકન રક્ષા વિભાગે કહ્યું કે, ચીની સેના હવે પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાંમાર જેવા નાના દેશોમાં તેમના મિલેટ્રી બેઝ બનાવવા માંગે છે(ફાઈલ તસવીર)
  • અમેરિકન રાજદ્વારી ડેવિડ સ્ટિલવેલે કહ્યું- ચીનની હરકતો પર અમે નજર રાખી રહ્યા છીએ
  • પેન્ટાગને કહ્યું- જિનપિંગ સરકાર ભારતના પાડોશી દેશમાં મિલેટ્રી બેઝ બનાવવામાં લાગી ગઈ છે

અમેરિકાએ કહ્યું કે, દુનિયા જ્યારે મહામારીનો સામનો કરી રહી છે, ત્યારે ચીન તેના ખોટા કાવતરાને અંજામ આપવામાં લાગી ગયું છે. અમેરિકન રાજદ્વારી ડેવિડ સ્ટિલવેલે બુધવારે કહ્યું કે, ચીન શું કરી રહ્યો છે અને તેના ઈરાદા શું છે, જેને તમે ભારતના તાજેતરના ઉદાહરણ દ્વારા સમજી શકો છો. આ ઉપરાંત ઘણા એવા પુરાવા છે જે એ વાત જણાવે છે કે બેઈજિંગના ઈરાદા શું છે.

બીજી તરફ અમેરિકન રક્ષા વિભાગ પેન્ટાગને કહ્યું- ચીન તેની શક્તિ વધારવા માટે પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાંમારમાં સૈન્ય બેઝ બનાવવા માંગે છે. અમે તેની પર નજર રાખી રહ્યા છીએ.

વાતચીતની અપીલ કરી
અમેરિકન વિદેશ વિભાગમાં ઘણા મહત્વના પદો પર કામ કરી ચુકેલા ડિપ્લોમેટ સ્ટિલવેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું- ચીન શું કરી રહ્યો છે? આને વધારે સમજાવવાની જરૂર નથી. તમે બધા જોઈ શકો છો. દુનિયા જ્યારે મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યારે ચીન એવી હરકતો કરી રહ્યો છે જે સહન ન કરી શકાય. ભારત તેનું ઉદાહરણ છે. હું બેઈજિંગમાં મારા મિત્રોને કહેવા માંગું છું કે જો કોઈ મામલો હોય તો તેનો વાતચીત દ્વારા ઉકેલ લાવો.

ચીન બધે વિવાદ કરે છે
એક સવાલના જવાબમાં સ્ટિલવેલે કહ્યું કે, ચીન અંગે એક વસ્તુ સ્પષ્ટપણે અનુભવી શકાય છે. હિમાલયમાં તે ભારત સાથે ઘર્ષણ કરી રહ્યો છે. આ ઉપરાંત જેટલા પણ પાડોશી છે, તેમની સાથે પણ વિવાદ ચાલી રહ્યો છે. તમે તિબેટને જોઈ લો. આ ઉપરાંત હોંગકોંગ અને સાઉથ ચાઈના સીની વાત કરી લો. છેલ્લે તે ક્યાંય શાંતિની વાત કરતો જોવા નથી મળી રહ્યો. તેની હરકતોનું લિસ્ટ વધતું જ જઈ રહ્યું છે. વિદેશ મંત્રી પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે ચીને જવાબ આપવો પડશે. તેની હરકતોને ચલાવી લેવાશે નહીં.

પેન્ટાગને શું કહ્યું
અમેરિકન રક્ષા વિભાગ પેન્ટાગને એક નવો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ખાસ કરીને એશિયાનો ઉલ્લેખ છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ચીન એકદમ ઝડપથી અને આક્રમક વલણથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચીનનો ઈરાદો પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાંમાર જેવા નાના દેશોમાં સૈન્ય બેઝ તૈયાર કરવાનો છે, અને તે એટલા માટે કે ઘણા પ્રકારના કાવતરાં ઘડી રહ્યો છે. આ રિપોર્ટમાં ઘણા અન્ય દેશોના નામ પણ છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ ચીનના આ ઈરાદાઓ પર નજર રાખવાની સાથે જ આની સામે પહોંચી વળવાની રણનીતિ તૈયાર કરવી પડશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube