બાળપણમાં ખુબ ક્યૂટ લગતી હતી પરિણીતી ચોપડા, જુઓ તસવીરો

બોલીવુડની ચુલબુલી અને ખુશમિજાજ અભિનેત્રી પરિણીતી ચોપડાનો જન્મ 22 ઓક્ટોબર 1988ના રોજ થયો હતો. પરિનીતીની ગણના હાલ બોલીવુડની ટોચની એક્ટ્રેસોમાં થાય છે. પરંતુ તેનું બોલીવુડમાં આવવાનું ક્યારેય સપનું નહોતું. પરિણીતી એક ઇન્વેસ્ટમેન્ટ બેંકર બનવા માંગતી હતી. પરંતુ તેની કિસ્મતમાં કંઈક અલગ જ લખ્યું હતું. નટખટ અંદાજ માટે જાણીતી પરિણીતી નાનપણમાં ખુબજ ક્યૂટ લગતી હતી. આજે અમારા આ ખાસ આર્ટિકલમાં અમે તમને પરિનીતીની અમુક ખાસ તસવીરો બતાવીશું.


પરિણીતી ચોપડા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે. પરિણીતી ઘણી વાર પોતાનું બાળપણ પણ યાદ કરતા નજરે ચડે છે. તેણે ફાધર્સ ડે પર તેના બાળપણની અમુક તસવીરો શેર કરી હતી. આ તસવીરમાં તે તેના પિતા સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં ગોલુ-મોલુ પરિણીતીની આ તસવીરોમાં ઓળખવી પણ મુશ્કેલ છે.


પરિણીતી ચોપડા માત્ર તેની જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારના બાળપણના ફોટા શેર કરતી રહે છે. આ તસવીર પરિણીતીએ તેના ભાઈ સહજ ચોપરાના જન્મદિવસ પર શેર કરી હતી. જેમાં તે તેના ભાઈને તેની ગોદમાં લઈને બેઠી છે. તસવીર જોઇને દેખાય છે કે ભાઈ-બહેનો વચ્ચે ખૂબ જ પ્રેમ છે.


પરિણીતીએ તેની એક તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે લોકો ઘણી વાર તેને તેના પિતાની કોપી કહેતા હોય છે. આ વાત તેની તસવીરો જોઈને સાચી પણ લાગે છે. આ બેમાંથી એક તસવીરમાં પરિણીતી ખૂબ જ નાની છે અને તે તેના માતાપિતા સાથે નજરે ચડી રહી છે. તો બીજી તસવીર પરિણીતીના શાળાના દિવસોની છે.


પરિણીતીને ભલે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર બનવું હતું. પરંતુ કલાના ક્ષેત્રમાં તેને બાળપણથી જ રસ હતો. પરિણીતી તેના સ્કૂલના દિવસોમાં નાટકો, ગીતો અને ડાન્સમાં પણ ભાગ લેતી હતી. આ તસવીર પરિણીતીની શાળાના એક નાટક દરમિયાન લેવામાં આવી છે. તસવીરમાં તે તેના મિત્ર સાથે જોવા મળી રહી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube