અસલ જીવનમાં ઘણા બોલ્ડ છે ‘તારક મહેતા’ ની અંજલિ ભાભી, એક એપિસોડ માટે લે છે આટલી મોટી રકમ

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એક એવો શો છે જેની લોકપ્રિયતા તમને ઘરે ઘરે જોવા મળી જશે. આ શો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ શો ના મુખ્ય કિરદાર જેઠાલાલ અને દયાબેન લોકો વચ્ચે ઘણા ફેમસ છે. જોકે, આ શો ની લોકપ્રિયતા એટલી વધારે છે કે શો માં કામ કરવાવાળા બાકી કલાકારોની લોકપ્રિયતા એટલી વધારે છે, કે શો માં કામ કરતા બાકી કલાકારોની લોકપ્રિયતા પણ ઓછી નથી. શો માં ‘અંજલિ ભાભી’ નો રોલ ટીવી એક્ટ્રેસ નેહા મેહતા નિભાવી રહી છે. એ આ શો માં તારક ની પત્નીનો રોલ કરી રહી છે. શો માં અંજલિ ભાભી તમને ભલે સામાન્ય અને સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં એ ઘણી બોલ્ડ અને સ્ટાઈલીશ છે.

ન્યુયોર્કમાં કરી ચુકી છે ફિલ્મ મેકિંગનો કોર્સ

જો ખબરોની માનીએ તો નેહાએ કેટલાક સમય માટે અભિનય છોડી દીધો હતો. જોકે, એ ન્યુયોર્કમાં ફિલ્મ મેકિંગનો એક કોર્સ કરવા ગઈ હતી. જયારે એ ત્યાંથી પાછી ફરી તો ‘તારક મહેતા કાં ઉલટા ચશ્માં’ માં એમને કામ મળ્યું. નેહા મૂળ રૂપે ગુજરાતની રહેવાસી છે. પરફોર્મિંગ આર્ટ્સમાં એમનું માસ્ટર્સ જયારે ડ્રામામાં ડીપ્લોમાં પણ કર્યું છે.

થીયેટરથી છે પ્રેમ

નેહાને થીયેટર સાથે ઘણો લગાવ છે. એ ટીવીની દુનિયામાં આવતા પહેલા ઘણા વર્ષો સુધી ગુજરાતી થીયેટરનો હિસ્સો રહી હતી. એ ભરતનાટ્યમ પણ સારી રીતે જાણે છે. ડાન્સ કરવામાં એમણે મહારત હાંસિલ છે. નેહાના પિતા એક લેખક છે. એ જ કારણ હતું કે એમને એક્ટિંગ ફિલ્ડમાં આવવામાં પરિવારનો સહયોગ મળ્યો.

કરિયર

નેહાએ પોતાના કરિયરની શરૂઆત ૨૦૦૧ માં આવેલી સીરીયલ ‘ડોલર બહુ’ થી કરી હતી.એ પછી એ દેશમાં નિકલા હોગા ચાંદ, આયુષ્માન , મમતા, ભાભી , શકુંતલા, દિલ સે દી દુઆ સૌભાગ્યવતી ભવ અને વાહ વાહ ક્યા ક્યા બાત હે જેવી સીરીયલમાં જોવા મળી. જોકે, એને ઘરે ઘરે ઓળખ સબ ટીવીના ‘તારક મહેતા..’ શો થી મળી.

‘તારક મેહતા’ શો ની ફીસ

તારક મહેતા શો ના એક એપિસોડ માટે નેહા લગભગ ૩૫ થી ૪૦ હજાર રૂપિયા લે છે. એ મહિનામાં ૧૫ દિવસ શુટિંગ કરે છે. હવે તમે અંદાજો લગાવી શકો છો કે નેહાની કમાણી કેટલી હશે? આટલા પૈસા કમાવવાને કારણે એમની લાઈફ સ્ટાઈલ પણ ઘણી આલીશાન છે. એમની પાસે audi થી લઈને bmw સુધીની મોંઘી મોંઘી કાર છે.

રીયલ લાઈફમાં છે બોલ્ડ

નેહા તમને તારક મેહતા શો માં ભલે સીધી સાદી લાગતી હોય, પણ રીયલ લાઈફમાં એ ઘણી બોલ્ડ છે. એ ઇન્સ્તાગ્રામ પર પણ ઘણી એક્ટીવ રહે છે. અહિયાં એ ફેંસ સાથે પોતાની લેટેસ્ટ તસ્વીરો શેર કરે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube