અનુરાગ કશ્યપની કાળી કરતૂતનો ભાંડો ફૂટ્યો, હોટ અભિનેત્રી પાયલે નાંખેલા અશ્લીલ આરોપો સાંભળીને તમે હચમચી જશો

ભારતમાં મીટૂ મોમેન્ટ જ્યારથી શરૂવ થઈ ત્યારથી જ કોઈને કોઈ અભિનેત્રી ડાયરેક્ટર, પ્રોડ્યુસર કે પછી એક્ટર પર યૌન શોષણના આરોપો લગાવી રહી છે. હવે અભિનેત્રીઓવ તેના પર વીતેલીલ આપવીતીની ખુલીને વાત કરી રહી છે. ત્યારે હવે વધારે એક અભિનેત્રીએએક ડાયરેક્ટરનો ભાંડો ફોડ્યો છે અને પોલ છતી કરી છે.

હાલમાં અભિનેત્રી પાયલ ઘોષે ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. પાયલે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ મારફત PM નરેન્દ્ર મોદી સમક્ષ ન્યાય માગ્યો છે. આ સાથે પાયલે એમ પણ કહ્યું છે કે તેની સુરક્ષાને જોખમ રહેલું છે તો જાણો કે પાયલે શું શું કહ્યું છે..

અભિનેત્રી પાયલ ઘોષે ટ્વીટ કરી લખ્યું છે કે


આરોપ લગાવતાં અભિનેત્રી પાયલ ઘોષે ટ્વીટ કરી લખ્યું છે કે, અનુરાગ કશ્યપે ખૂબ જ ખરાબ રીતે મારા પર ફોર્સ કર્યો. નરેન્દ્ર મોદીજી, પ્લીઝ પગલાં ભરો અને દેશને જોવા દો કે આ ક્રિએટિવ વ્યક્તિની પાછળ કયો રાક્ષસ છુપાયને બેઠો છે. મને ખબર છે કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા જોખમમાં છે. પ્લીઝ મારી મદદ કરો. પાયલના આ ટ્વીટ બાદ હાહાકાર મચી ગયો છે. અને ચોતરફ અનુરાગ કશ્યપની ટીકા કરવામાં આવી રહી છે

કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી


પાયલ ઘોષના આવા ટ્વીટ બાદ અનેક લોકો તરફથી પ્રતિક્રિયા આવી છે. નેશનલ કમિશન ફોર વીમેનના ચેરપર્સન રેખા શર્માએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે પાયલ NCW માં તમારી ફરિયાદ મોકલો. જ્યારે અભિનેત્રી કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટ કર્યું છે કે અનુરાગ કશ્યપની ધરપકડ કરવામાં આવે. આ સાથે જ અનેક નાના માટો કલાકારો અને ફેન્સ ડાયરેક્ટર પર ગુસ્સે ભરાયા છે અને તેની ધરપકડની માગ કરી રહ્યાં છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ મામલે અનુરાગ કશ્યપ શું કહે છે અને કેવો બચાવ કરે છે.

તનુશ્રી દત્તાએ કરી હતી મીટૂ મોમેન્ટની શરૂઆત

ફિલ્મ ‘આશિક બનાયા આપને’ ફિલ્મથી જાણીતી બનેલી અભિનેત્રી તનુશ્રી દત્તા નાના પાટેકર પર જાતિય સતામણીનાં આરોપો બાદ ચર્ચામાં આવી હતી. તેણે સૌ પ્રથમ નાના પાટેકર પર આવા અનોખા આરોપો નાખીને ભારતમાં મીટૂની શરૂઆત કરી હતી અને પોતાના પર થયેલી હરકતો સામે લાવી હતી. ત્યારબાદ તો અનેક અભિનેત્રીઓ ખુલીને વાત કરતી હતી અને લોકોની કાળી કરતૂતો જાહેર કરતી હતી. જો કે કોર્ટમાં તનુશ્રી દત્તાના આ આરોપો સાબિત થયા નહોતા, પરંતુ નાના પાટેકર પર જાતિય સતામણીના આરોપ લગાવ્યા બાદ તનુશ્રી દત્તાએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષ રાજ ઠાકરેને પણ આડે હાથ લીધા હતા અને વિવાદ ઉભો કર્યો હતો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube