ઈન્ટરનેટ સર્ચ એન્જિન Googleએ નવા એન્ડ્રોયડ યુઝર્સ માટે નવું ફિચર્સ ‘Verified Calls’ લોન્ચ કર્યું છે. કંપનીએ આ ફિચર્સને હાલમાં 5 દેશમાં લોન્ચ કર્યું છે, જેમાં ભારત પણ સામેલ છે. આ ફિચર્સની મદદથી યુઝર્સને સ્પેમ કોલની માહિતી મળી જશે. ગુગલનું આ ફિચર્સ યુઝર્સને જણાવશે કે, કોણ કોલ કરી રહ્યું છે, કોલ કરવાનું કારણ શું છે અને કોલરનો લોકો પણ દેખાડશે. ગુગલનું આ ફિચર્સ લાવવા પાછળનું કારણ ફ્રોડ કોલ પર લગામ લગાવવાનું છે.
આ ફિચર્સ ભારત, સ્પેન, બ્રાઝિલ, મેક્સિકો અને યુએલ સહિત દુનિયાભરમાં રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય બિઝનેસનો વેરિફાઈડ બેચ પણ ગુગલ તરફથી વેરિફાઈડ કરવામાં આવેલા નંબર પર દેખાશે. ગુગલનું નવુ ફિચર્સ યુઝર્સને એ પણ જણાવશે કે, તેમને બિઝનેસ કોલ કરવા પાછળનું કારણ શું છે, જે ફિચર્સ અત્યાર સુધીમાં TrueCaller એપમાં નથી.
ગુગલે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, પાયલટ પ્રોગ્રામનો શરૂઆતનું પરિણામ ખુબ સારૂ રહ્યું છે. અને યુઝર્સને આનો ફાયદો જરૂર મળશે.
હાલમાં આ પ્રકારનું ફિચર TrueCaller એપમાં મળે છે, જે યુઝર્સને અજાણ્યા કોલની જાણકારી આપે છે. ગુગલ Verified Calls જ TrueCallerનું કામ કરી દેશે. ગુગલ ફોન એપમાં આ ફિચર્સ આવી જવાથી આ ફન્કશન અનેક યુઝર્સનું કામ સરળ બનાવી દેશે. તેનો મતલબ સ્પષ્ટ છે કે, યુઝર્સને તેના માટે કોઈ થર્ડ પાર્ટી એપ નહીં ડાઉનલોડ કરવી પડે.
It’s easy to miss important calls from businesses, like from your bank or food delivery service, because you don’t want to answer an unknown caller. We’re working to fix that with Verified Calls on Google’s Phone app → https://t.co/4Llxn1Grm1 pic.twitter.com/G1f12z3VsG
— Google (@Google) September 8, 2020
આવી રીતે કરી શકો છો ઉપયોગ – જાણકારી માટે જણાવી દઈએ કે, ગુગલની પિક્સલ સિરીઝના ડિવાઈસ સિવાય અનેક એન્ડ્રોયડ ફોનમાં Google Phone એપ બાય ડિફોલ્ટ ડાયલરનું કામ કરે છે. નવું ફિચર્સ આ તમામ ફોનમાં અગામી અપડેટ્સ સાથે મળી જશે. જો તમારા ફોનમાં Google Phone એપ ઈન્સ્ટોલ નથી તો તે સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. તેના માટે તમારે ગુગલ પ્લે સ્ટોરમાં જવાનું રહેશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.