અમેરિકામાં તૈયાર કરવામાં આવેલી કોરોના વાયરસની વેક્સિન ઘણી મોંઘી મળી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે અમેરિકી કંપની મૉડર્ના પોતાની વેક્સિનનાં એક કૉર્સ માટે 3700થી 4500 રૂપિયા સુધીની કિંમત વસુલવાની યોજના બનાવી રહી છે. મૉડર્ના વેક્સિનની પ્રસ્તાવિત કિંમત Pfizer અને BioNTechની કોરોના વેક્સિનની સરખામણીએ લગભગ 800 રૂપિયા વધારે છે. રિપોર્ટ પ્રમાણે મૉડર્ના કંપની પોતાની વેક્સિનની બે શીશી માટે 3700થી 4500 રૂપિયા વસૂલી શકે છે.
15 હજાર કરોડ રૂપિયાની ડીલ
અમેરિકાને 30 કરોડ વેક્સિન સપ્લાય કરશે એસ્ટ્રાજેનકા
જો કે પ્રવક્તાએ ગોપનીયતાનું કારણ આગળ ધરતા ભાવની પુષ્ટિ નથી કરી. રૉયટર્સનું કહેવું છે કે મૉડર્નાની કોરોના વાયરસની વેક્સિનની કિંમત અંતિમ રૂપથી નક્કી થવાની હજુ બાકી છે. Pfizer, MOderna અને Merck & Co કંપનીઓએ કહ્યું છે કે તેઓ લાભની સાથે વેક્સિનનું વેચાણ કરશે. તો જૉન્સન એન્ડ જૉન્સન નૉટ ફૉર પ્રોફિટ અંતર્ગત વેક્સિનનાં વેચાણની વાત કરવામાં આવી છે. તો બ્રિટિશ સ્વિડિશ કંપની એસ્ટ્રાજેનકાએ લગભગ 9 હજાર કરોડ રૂપિયામાં અમેરિકાને 30 કરોડ વેક્સિન સપ્લાય કરવાની ડીલ કરી છે.
આ હિસાબે અમેરિકાએ એસ્ટ્રાજેનકાની વેક્સિનની પ્રત્યેક શીશી માટે ફક્ત 300 રૂપિયા જ આપવાના રહેશે. અમેરિકાએ વેક્સિન તૈયાર કરવા માટે ઑપરેશન વાર્પ સ્પીડ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ અંતર્ગત સરકારે મૉડર્ના કંપનીને વેક્સિન તૈયાર કરવા માટે 7476 કરોડ રૂપિયાનું ફંડ પણ આપ્યું છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.