અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન (Ram Mandir Bhoomi Pujan) સંપન્ન થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય વિશિષ્ટ અતિથીઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે.

વર્ષોની રાહ સમાપ્ત થયા પછી આખા દેશમાં જ નહી દુનિયાના કેટલાક અન્ય દેશોમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે. અમેરિકામાં પણ રામ મંદિરની ગુંજ સાંભળવા મળી છે.

અમેરિકાના ન્યુયોર્કના ટાઈમ સ્કેવર બિલ બોર્ડ પર ભગવાન શ્રી રામ, રામ મંદિર ના મોડલ લહેરાતો તિરંગો જોવા મળ્યો છે. રામ મંદિર ભૂમિ પૂજન થી અમેરિકામાં પણ ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે.

આજ રોજ તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૦ બુધવારના રોજ ભારતની અયોધ્યા નગરીમાં રામ મંદિર નિર્માણ માટે રામ જન્મ ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. ત્યારે અમેરિકા દેશના ન્યુયોર્કમાં પ્રસિદ્ધ એવા ટાઈમ્સ સ્કેવર પર પહેલેથી જ વ્યવસ્થા કરવામાં આવેલ એલઈડી સ્ક્રીન પર રામ જન્મ ભૂમિ પૂજન કાર્યક્રમની કેટલાક ફોટોસ બતાવવામાં આવ્યા છે.
ઉપરાંત અમેરિકા દેશના ન્યુયોર્ક શહેરમાં આવેલ ટાઈમ્સ સ્કેવર પર વ્યવસ્થા કરવામાં આવેલ એલઈડી સ્ક્રીન પર રામ મંદિરના નિર્માણ માટે તૈયાર કરવામાં આવેલ નવું પ્રસ્તાવિત મોડલના ફોટોસ પણ ન્યુયોર્કની જનતાને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
અમેરિકાના ટાઈમ્સ સ્કેવર પર બતાવવામાં આવેલ ફોટોસમાં રામ મંદિરનું પ્રસ્તાવિત મોડલની સાથે જ ભગવાન શ્રી રામની સાથે જ ભારતના રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને પણ બતાવવામાં આવ્યા છે. અમેરિકાના ન્યુયોર્કના ટાઈમ્સ સ્કેવર પર દર્શાવવામાં આવેલ ફોટોસ ખુબ જ શાનદાર રીતે જોવા મળ્યા છે.
ઉપરાંત અમેરિકામાં પણ રામ મંદિર નિર્માણ માટે આજે કરવામાં આવેલ મંદિરના ભૂમિ પૂજનનો ઉત્સવ અમેરિકામાં પણ ખુબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો છે.

આ બાજુ રામ મંદિર ભૂમિ પૂજન થઈ ગયા પછી આખા દેશમાં દિવાળી ઉજવવામાં આવી રહી છે. અયોધ્યા રોશનીથી ઝગમગી ઉઠ્યું છે તેમજ લખનઉંમાં સીએમ યોગી આદિત્ય નાથએ આતિશબાજી પણ કરી છે. દિલ્લીમાં પણ કેટલીક જગ્યાઓ પર દીવા પ્રગટાવવામાં આવ્યા.
ઇન્ડોનેશિયા જેવા સર્વાધિક મુસ્લિમ જણ સંખ્યા વાળા દેશમાં પણ ભગવાન શ્રી રામ પૂજનીય છે.: પીએમ મોદી.
મધ્ય પ્રદેશ રાજયના પૂર્વ મુખ્ય મંત્રી કમલનાથએ પોતાના ઘરે જ ભગવાન શ્રી રામની પૂજા કરી. મધ્ય પ્રદેશ રાજયના પૂર્વ મુખ્ય મંત્રી કમલનાથએ કહ્યું છે કે, રાજીવ ગાંધીજીએ વર્ષ ૧૯૮૫માં રામ મંદિરનું તાળું ખોલવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રામ મંદિર બનાવવું જોઈએ. જો કોઈ એનું ક્રેડીટ લેવા લાગે તો આ ખોટું છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.