• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

અમેરિકામાં હવે મળ્યો સોનાનો થાંભલો, રહસ્ય વધુ ઘેરું બન્યું

in World
અમેરિકામાં હવે મળ્યો સોનાનો થાંભલો, રહસ્ય વધુ ઘેરું બન્યું

અમેરિકાના કોલંબિયા રાજ્યમાં હવે સોનાનો રહસ્યમય થાંભલો મળ્યો છે. આ થાંભલો મળ્યા બાદ લોકો એલિયન્સને લઈને ભયમાં છે. આ પાંચમો રહસ્યમય થાંભલો મળ્યો છે.

અમેરિકાના કોલંબિયામાં ગ્રામ્ય વિસ્તારમાં સોનાનો રહસ્યમય થાંભલો જોવા મળ્યો છે. આ થાંભલો જોવા મળ્યા બાદ સ્થાનિક લોકોના મનમાં એક અજબ સવાલ ઊભો થયો છે. આ પહેલા અમેરિકાના યુટાના રણમાં પહેલો રહસ્યમય થાંભલો જોવા મળ્યો હતો. તે પછી કેલિફોર્નિયા, રોમાનિયા અને અન્ય જગ્યાઓ પર આ પ્રકારના થાંભલા જોવા મળ્યા હતા. દુનિયાભરમાં કુલ 5 રહસ્યમય થાંભલા અત્યાર સુધીમાં જોવા મળ્યા છે, જેમાંથી ચાર ચાંદીના રંગના છે. જ્યારે કોલંબિયામાં મળેલો થાંભલો સોનાનો છે. આવો જાણીએ સમગ્ર મામલો…

​બધા થાંભલાને નિયંત્રિત તો નથી કરતો ને આ સોનાનો થાંભલો?

કોલંબિયામાં સોનાનો રહસ્યમય થાંભલો જોવા મળ્યા પછી હવે સ્થાનિક લોકોને એક મોટો ભય સતાવી રહ્યો છે. તેમનું કહેવું છે કે, ક્યાંક એવું તો નથી કે આ સોનાનો થાંભલો અત્યાર સુધી મળેલા 4 અન્ય ચાંદી જેવા રંગના થાંભલાને નિયંત્રિત કરતો હોય. કોલંબિયામાં વહીવટી તંત્રને આ સપ્તાહના અંતમાં આ ગોલ્ડન થાંભલો મળ્યો છે. તો એક અન્ય થાંભલો ક્રાપ્ટન બીચ પર મળ્યો છે. બીજી તરફ, નેધરલેન્ડના કિએકેનબર્ગ પ્રાકૃતિક અભ્યારણમાં પણ એક ચાંદીના રંગનો ધાતુનો થાંભલો જોવા મળ્યો છે. તે ગત રવિવારે મળ્યો હતો.

​કોલંબિયાના લોકોને સતાવી રહ્યો છે એલિયન્સનો ડર

નેધરલેન્ડના લોકોનું કહેવું છે કે, આ ધાતુના થાંભલાની પાસે કોઈના પગના નિશાન નથી. એટલું જ નહીં, એ વાતની કોઈ જાણકાર નથી કે, આ થાંભલો કઈ રીતે ત્યાં પહોંચ્યો. બીજી તરફ, કોલંબિયાના લોકો સોનાના થાંભલો મળ્યા બાદ તણાવમાં છે. તેમને ડર છે કે, આ થાંભલો લગાવવાનું કામ એલિયન્સનું તો નથી. બીજી તરફ, ‘ધ મોસ્ટ ફેમસ આર્ટિસ્ટ’એ આ થાંભલાની જવાબદારી લીધી છે, જેની સ્થાપના મેટી મોએ કરી છે. આ જૂથ કથિત રીતે દુનિયાભરમાં ધાતુના ત્રણ પ્રકારના થાંભલા વેચી રહ્યું છે. તેમાંથી એક થાંભલાની કિંમત 45 હજાર ડોલર (લગભગ 33 લાખ રૂપિયા) છે. જ્યારે મેટી મોને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘મોનોલિથ હવે તેમના નિયંત્રણની બહાર છે.’

​ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ઉઘાડી ફેંક્યો ધાતુનો થાંભલો

દુનિયાભરમાં રહસ્યનો વિષય બનેલો ધાતુનો થાંભલો અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પણ જોવા મળ્યો હતો. બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક યુવકોએ તેને ઉખાડીને ફેંકી દીધો હતો. આ યુવકોએ ધાતુના થાંભલાની જગ્યાએ લાકડાનું ક્રોસ (ખ્રિસ્તીઓનું પવિત્ર ચિહ્ન) લગાવી દીધું. આ દરમિયાન યુવકોએ ‘અમેરિકા ફર્સ્ટ’ અને ‘ક્રાઈસ્ટ ઈઝ કિંગ’ના નારા લગાવ્યા. તેમણે સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઈવ પણ કરી. ધાતુનો આ રહસ્યમય થાંભલો કેલિફોર્નિયાના પાઈન પહાડની ઉપર લગાવાયો હતો. એક યુવકે કહ્યું કે, ‘આ દેશમાં ઈશા મસીહ જ રાજા છે. અમે મેસ્કિસો કે બહારની દુનિયાના ગેરકાયદેસરના એલિયન્સ નથી ઈચ્છતા.’ તેમણે ઘણી મહેનત બાદ આ વજનદાર થાંભલાને ઉખાડી નાંખ્યો. તે પછી આ યુવકોએ ત્યાં લાકડનાનો ક્રોસ લગાવી દીધો. તેમણે ધાતુના થાંભલાને દોરડાથી બાંધ્યો અને તેને પહાડ પરથી નીચે ફેંકી દીધો.

​યુટા અને રોમાનિયામાં જોવા મળ્યો હતો રહસ્યમય થાંભલો

તે પહેલા નવેમ્બર મહિનામાં યુટાના રણમાં 12 ફૂટ ઊંચો ધાતુનો થાંભલો જોવા મળ્યો હતો. તે પછી લોકોમાં અને રિસર્ચર્સમાં જાત-ભાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. તેને એલિયનનું કામ હોવાનું પણ જણાવાઈ રહ્યું હતું. જોકે, થોડા દિવસ પછી આ થાંભલો ગાયબ થઈ ગયો હતો. ગાયબ થયાના 24 કલાકમાં આ થાંભલો યુરોપના રોમાનિયામાં દેખાયો હતો. હવે આ થાંભલો ત્યાંથી પણ ગાયબ થઈ ગયો છે અને અમેરિકાના કેલિફોર્નિયામાં જોવા મળ્યો છે. રોમાનિયામાં જોવા મળેલો થાંભલો 2.8 મીયરનો હતો. સ્થાનિક પત્રકાર રોબર્ટ ઈસબે જણાવ્યું કે, જૂના કિલ્લાના વિસ્તારમાં જોવા મળેલો થાંભલો જેટલી ચોરીછૂપીથી લગાવાયો હતો, તે જ રીતે કાઢી પણ લેવાયો. તેમણે કહ્યું કે, અજાણ્યા શખસ, કદાચ સ્થાનિક વેલ્ડરે તેને બનાવ્યો હશે અને હવે તેની જગ્યાએ માત્ર ખાડો રહી ગયો છે.

યુટાનો થાંભલો કઈ રીતે ગાયબ થયો, રહસ્ય પરથી ઉઠ્યો પડદો

આ દરમિયાન યુટાના રણમાંથી ગાયબ થયેલા થાંભલા પરથી પણ પડદો ઉઠ્યો છે. હકીકતમાં એક ટૂર ગાઈડ સિલ્વન ક્રિસ્ટેનસને સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે, તેણે ત્રણ લોકો સાથે મળીને 12 ફૂટના થાંભલાને હટાવી દીધો. એ લોકોએ તેનો વિડીયો પણ પોસ્ટ કર્યો અને લખ્યું છે કે, ‘જો તમે નથી ઈચ્છતા કે તમારી સંપત્તિ કોઈ લઈ જાય તો તેને છોડીને ન જાઓ.’ ક્રિસ્ટેનસને ડેલીમેલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘અમે યુટાના થાંભલાને કાઢી નાખ્યો, કેમકે તેના માટેના નિયમો ઘડાયેલા છે કે, આપણે આપણી જમીન, પ્રાકૃતિક વન્યજીવ, સ્થાનિક વૃક્ષો, પાણીના સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ. આ રહસ્ય એક ભ્રમ હતો અને અમે ઈચ્છતા હતા કે લોકો તેની પાછળના મુદ્દાને જુએ. આપણે આપણી જમીન ગુમાવતા જઈ રહ્યા છીએ, આવી બાબતોથી મદદ નથી મળતી.’

​એક પુસ્તકમાં પણ છે ધાતુના રહસ્યમય થાંભલાનો ઉલ્લેખ, જેના પરથી બની હતી ફિલ્મ

આ પહેલા વર્ષ 1968માં લેખક ઓર્થર સી ક્લાર્કના એક સાયન્સ ફિક્શન પુસ્તકમાં આ પ્રકારના રહસ્યમય થાંભલાનો ઉલ્લેખ કરાયો છે. જેના પરથી બાદમાં હોલિવુડમાં 2001: એ સ્પેસ ઓડેસી નામની ફિલ્મ પણ બની હતી. ક્લાર્કના પુસ્તકનું પણ એ જ નામ હતું. તેમાં દર્શાવાયું હતું કે, એલિયન્સે આ પ્રાકરના ધાતુના થાંભલા લગાવ્યા હતા, જેથી સ્પેસમાં સાથી એલિયન્સ સાથે સંપર્ક કરી શકાય. આ પુસ્તક અને ફિલ્મમાં દર્શાવાયું છે કે, આ ધાતુના થાંભલાએ પૃથ્વી પર પ્રાગઐતિહાસિક યુગની એક જાતિના લોકોનો મગજનો વિકાસ કર્યો હતો અને તેના પરિણામે આજના મનુષ્યનો જન્મ થયો. ધાતુના આ થાંભલા સામે આવ્યા બાદ હવે આ પુસ્તકની પણ દુનિયાભરમાં ચર્ચા શરૂ થઈ છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

કાળજું કંપી જશે, કેનેડા-યુએસ બોર્ડર માઇનસ 35 ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં થીજી જઈને ગુજરાતીના મોત, જાણો શું છે મામલો
World

કાળજું કંપી જશે, કેનેડા-યુએસ બોર્ડર માઇનસ 35 ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં થીજી જઈને ગુજરાતીના મોત, જાણો શું છે મામલો

मिलिए दुनिया के सबसे लचीले परिवारों से, जिनके पास दसियों हज़ार करोड़ से ज़्यादा की दौलत नहीं है।
World

मिलिए दुनिया के सबसे लचीले परिवारों से, जिनके पास दसियों हज़ार करोड़ से ज़्यादा की दौलत नहीं है।

ચીન પરમાણું હથિયારનો જથ્થો ઝડપથી વધારી રહ્યું છે, ડ્રેગને હિમાલયમાં ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નાંખ્યું
World

ચીન પરમાણું હથિયારનો જથ્થો ઝડપથી વધારી રહ્યું છે, ડ્રેગને હિમાલયમાં ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નાંખ્યું

શું કરવા જઈ રહ્યું છે ચીન ? લોકોને ઘરમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવા કહ્યું, શી જિનપિંગ 22 મહિનાથી છે છુપાયેલા
World

શું કરવા જઈ રહ્યું છે ચીન ? લોકોને ઘરમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવા કહ્યું, શી જિનપિંગ 22 મહિનાથી છે છુપાયેલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: